Posts

નાગા સાધુઓનો રહસ્યલોક-1: સનાતન હિંદુ ધર્મના અજય ધર્મયોદ્ધાની ઉત્પતિનો ઈતિહાસ

Image
નાગા સાધુઓ સનાતન ધર્મના રક્ષક આદિગુરુ શંકારાચાર્યે નાગા સાધુઓને કર્યા એકજૂટ ત્રેતાયુગમાં નાગા સંન્યાસી પરંપરા ભગવાન દત્તાત્રેયે શરૂ કરી હતી જૈન દિગમ્બર સાધુ અને હિંદુ નાગા સંન્યાસી પરંપરા અતિ પ્રાચીન સિંધુ સભ્યતાના અવશેષોમાં પણ છે નાગા સંન્યાસીઓને લગતા પુરાવા અર્ધકુંભ, મહાકુંભમાં જોવા મળતા નાગા સાધુઓને જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય. નાગા સાધુઓથી કેટલાક લોકો પૂજ્યભાવ રાખે છે, તો કેટલાક લોકો ડરે છે, તો કેટલાક લોકો તેમની મજાક પણ ઉડાવે છે. નાગા શબ્દનો અર્થ નગ્ન અથવા કપડાં વગરનો તેવો હાલની બોલચાલની ભાષામાં કરવામાં આવે છે. પરંતુ નાગા શબ્દની ઉત્પતિ મામલે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ શબ્દ સંસ્કૃતના નાગા શબ્દ પરથી આવ્યો છે. સંસ્કૃતમાં નાગા શબ્દનો અર્થ પહાડ થાય છે અને તેના પર રહેતા લોકો પહાડી અથવા નાગા કહેવામાં આવે છે. કચ્છારી ભાષામાં નાગા એટલે એક યુવાન બહાદૂર લડાકૂ વ્યક્તિ. ટોલ્મી પ્રમાણે, નાગાનો અર્થ નગ્ન રહેનાત વ્યક્તિઓથી છે. ડૉક્ટર વેરિયર ઈલ્વિન પ્રમાણે, નાગા શબ્દની ઉત્પતિ નૉક અથવા લોગ પરથી થઈ છે. માટે ઉત્તર-પૂર્વમાં રહેનારા આ લોકોને નાગા કહે છે. નગ્ન રહેવા સાથે નાગા શબ્દનો સંબ...

ખોડલધામથી ફાઈટ ફૉર પાટીદાર CMનો પ્રારંભ, 2022માં ગુજરાતમાં પટેલ પાવરની અવગણના ભાજપને પડશે ભારે

Image
- આનંદ શુક્લ 2015થી શરૂ થયેલી પાટીદાર અનામતની માગણી ગુજરાતના રાજકારણમાં અઢી દાયકાથી ચાલી રહેલી રાજકીય તાસિરના પરિવર્તનનો પાયો છે. 2012ની વિધાનસભાની ચૂંટણી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી માટે 1998, 2002 અને 2007 જેટલી સરળ ન હતી. પરંતુ નરેન્દ્રભાઈ મોદી જેવા મોટાગજાના નેતાને કારણે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટેના કપરા ચઢાણની ખાસ ખબર પડી નહીં. 2014ની લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો અને 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ 26માંથી 26 બેઠકો પર ભાજપને જીત મળી હતી. પરંતુ આ મહાવિજય પાછળ નરેન્દ્રભાઈ મોદીનો રાજકીય કરિશ્મો સૌથી વધુ કારણભૂત હતો. ગાંધીનગર અને નવી દિલ્હી વચ્ચે સેંકડો કિલોમીટરોનું અંતર છે. નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન તરીકે બીજી વખત દિલ્હીની ગાદી પર આવ્યા છે. કોરોનાકાળમાં દેશ સામે ઘણાં પડકારો છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્તરે નરેન્દ્રભાઈ મોદી જેવા કરિશ્માઈ નેતાની ઉણપ વર્તાય રહી છે. મોટાગજાના નેતાની પ્રદેશ સ્તરે ગેરહાજરીમાં સંગઠન સ્તરથી માંડીને ગુજરાતમાં ચાલી રહેલી રાજકીય અને સામાજીક ગતિવિધિઓ આગામી સમયમાં રાજ્યમાં નવા રાજકીય સમીકરણોના સંકેત કરે છે. આમ ...

રશિયન Su-57- 4 ‘બ્રહ્માસ્ત્ર’ઓખોતનિક ડ્રોનથી સજ્જ, અમેરિકા-નાટોમાં ફફડાટ

Image
વિશ્વભરમાં તબાહી મચાવવા માટે સક્ષમ રશિયાના પાંચમી પેઢીના સુખોઈ-57 ફાઈટર જેટના શસ્ત્રસરંજામમાં 4 ખતરનાક ઓખોતનિક ડ્રોન પણ સામેલ થયા છે. રશિયાના આ નવા એલાનથી અમેરિકા અને નાટો દેશોના ટેન્શનમાં વધારો થયો છે.  સુખોઈ-57 અમેરિકાના સૌથી ઘાતક ગણાતા એફ-35 પર એર સુપિરિયારિટી ધરાવે છે. જેને કારણે નાટો અને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને લઈને ચિંતાઓ વ્યક્ત કરાય છે.  સીરિયામાં પણ સુખોઈ-57 ફાઈટર જેટ્સ આઈએસઆઈએસ સામેની લડાઈમાં તબાહી મચાવી ચુક્યા છે. ઘણાં દેશો સુખોઈ-57ની ખરીદીમાં રસ ધરાવે છે.  સુખોઈ-57 અમેરિકાના એફ-35 કરતા ઘણાં સસ્તા છે. તો તેમા તહેનાત કરવામાં આવેલા ચાર ઓખોતનિક રશિયન હેવી એટેક ડ્રોને તેની ઘાતકતા અનેકગણી વધારી દીધી છે.  ઓખોતનિક રશિયન હેવી એટેક ડ્રોન-  સ્ટીલ્થ ટેક્નોલોજીથી સજ્જ ઓખોતનિક હેવી એટેક ડ્રોન અને સુખોઈ-57 એકબીજા સાથે જોડાયેલા રહેશે. એસ-70 ઓખોતનિક એટેક ડ્રોનનું નિર્માણ સુખોઈ-57 બનાવનારા સુખોઈ ડિઝાઈન બ્યૂરોએ કર્યું છે.  રડારની પકડમાં નહીં આવનારા ઓખોતનિક ડ્રોનનું વજન 20 ટન, ઝડપ 1000 કિ.મી. પ્રતિ કલાક છે. 2024થી આ ડ્રોન રશિયન સેનાને મળવા લાગશે.  ચાર ઓખોતનિક...

વારાણસીમાં ભારત-જાપાન મૈત્રીનું પ્રતીક રુદ્રાક્ષ તૈયાર

Image
  PM નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ઉત્તરપ્રદેશનું સૌથી વધુ હાઈટેક કન્વેન્શન સેન્ટર રૂદ્રાક્ષ તૈયાર થઈ ગયું છે. ભોલેબાબાની નગરીમાં જાપાનના સહયોગથી 186 કરોડ રૂપિયાના ખર્ચે શિવલિંગના આકારનું કન્વેશન્શન સેન્ટર બનાવવામાં આવ્યું છે. રૂદ્રાક્ષ કન્વેશન્શન સેન્ટરના બહારના ભાગમાં એલ્યુમિનિયમના 108 મોટા પંચમુખી રૂદ્રાક્ષ લગાવવામાં આવ્યા છે. આ પંચમુખી રૂદ્રાક્ષ રાત્રિના અંધકારમાં એલઈડીલાઈટની ચમકથી સુંદરતામાં ચાર ચાંદ લગાવશે. ભારતની આધ્યાત્મિક રાજધાની વારાણસીના વ્યસ્તમ વિસ્તારમાં સામેલ શુમાર સિગરામાં બનેલું આ કન્વેન્શન સેન્ટર ભારત-જાપાનની મૈત્રીનું પ્રતીક છે. માનવામાં આવે છે કે ત્રણ એકરમાં બનેલા હાઈટેક કન્વેશન સેન્ટરનું કોરોનામાંથી સ્થિતિ સામાન્ય થયા બાદ PM નરેન્દ્ર મોદી લોકાર્પણ કરે તેવી શક્યતા છે. રૂદ્રાક્ષ કન્વેશન્શન સેન્ટરમાં 1200 લોકોને બેસવા માટેની ચેયર વિયતનામથી અને સેન્ટરને વાતાનુકૂલિત રાખવા માટેના ઉપકરણો ઈટાલીથી મંગાવવામાં આવ્યા છે. આખા સેન્ટરમાં સીસીટીવી લગાવાયા છે. રૂદ્રાક્ષ સેન્ટરમાં 1200 બેઠકોના મોટા  હોલ સિવાય બે નાના કોન્ફરન્સ રૂમ પણ છે. બેસમેન્ટમાં 120 વાહનોના...

76 વર્ષીય ‘ફિટનેસ ગુરુ’નો વીડિયો વાઈરલ, “વાપસી હંમેશા હોય છે મોટી”

Image
 કોરોનાની વૈશ્વિક મહામારીમાં ફિટનેસ – શરીરની ખડતલતા બેહદ જરૂરી છે. સોશયલ મીડિયા પર 76 વર્ષના ત્રિપતસિંહનો વાઈરલ થઈ રહેલો વીડિયો ફિટનેસ સંદર્ભે પ્રેરણા આપી રહ્યો છે. હ્યુમન્સ ઓફ બોમ્બના સત્તાવાર ઈસ્ટાગ્રામ હેન્ડલ પર શેયર કરવામાં આવેલા વીડિયોમાં 76 વર્ષીય ત્રિપતસિંહની વર્ક આઉટની સફર દર્શાવવામાં આવી છે. વીડિયોને કેપ્શન અપાયું છે- વાપસી હંમેશા મોટી હોય છે. 76 વર્ષીય ત્રિપતસિંહની ફિટનેસ યાત્રા જોઈને લોકોને શારીરિક સૌષ્ઠવ જાળવવા માટે પ્રેરણા મળી રહી છે અને તેમના વીડિયોને ખૂબ પસંદ કરાઈ રહ્યો છે. વીડિયોના પ્રારંભમાં ત્રિપતસિંહ તેમના પત્નીના 1999માં થયેલા નિધન અને ધંધાના ઠપ્પ થવાની વાત કરે છે. તેની થોડીક સેકન્ડોમાં કેવી રીતે તેમની જિંદગી બદલાઈ તેને દર્શાવવામાં આવી છે. 76 વર્ષીય ત્રિપતસિંહ વેટલિફ્ટ કરે છે. વર્કઆઉટ કરે છે. તેમણે બૉડી બનાવી લીધી અને ધંધો પણ સારો ચાલી રહ્યો છે. ત્રિપતસિંહ કહે છે કે મારી પત્ની મને આમ જોઈને ઉદાસ થાત. તેથી મેં ખુદને ફરીથી બેઠા કરવાનું કામ કર્યું છે. આ વીડિયોને 33 હજારથી વધારે લાઈક મળ્યા છે અને તેને સતત પસંદ કરવામાં આવી રહ્યો છે.

ઈરાની નૌસેનાનું જંગી જહાજ ઓમાનની ખાડીમાં ડૂબ્યું, દુર્ઘટના કે ષડયંત્ર?

Image
ઈરાનની નૌસેનાનું સૌથી મોટું જહાજ ખર્ગ બુધવારે રાત્રે સવા બે વાગ્યે ઓમાનની ખાડીમાં આગ લાગવાની દુર્ઘટના બાદ ડૂબી ગયું છે. ઈરાની નૌસેનાના જહાજને બચાવવાની કોશિશો કરવામાં આવી હતી. પરંતુ આ જહાજ તહેરાનથી 1270 કિ.મી. દૂર જસ્ક પોર્ટ નજીક ડૂબી ગયું હતું.  ઈરાની નૌસેનાના આ વિરાટકાય જહાજનું નામ ખર્ગ ટાપુ પરથી રાખવામાં આવ્યું હતું. ખર્ગ ટાપુ ઈરાનનું મુખ્ય ઓઈલ ટર્મિનલ છે.  ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીએ તેને ટ્રેનિંગ શિપ ગણાવ્યું છે. યુએસ નેશનલ ઓશિયેનિક એન્ડ એટમસફેરિક એડમિનિસ્ટ્રેશને અંતરીક્ષમાંથી સેટેલાઈટ દ્વારા ઈરાની જહાજમાં આગની જાણકારી મીડિયા અહેવાલ પહેલા મેળવી લીધી હતી. 

આસામમાં ભીડ દ્વારા ડૉક્ટરની બેરહેમીથી પિટાઈનો વીડિયો વાઈરલ, 24 એરેસ્ટ

Image
  દિબ્રુગઢ: આસામના હોજાઈ જિલ્લાના એક કોવિડ કેર સેન્ટરમાં કોરોનાગ્રસ્તના મૃત્યુ બાદ તેના પરિવારજનો દ્વારા ડોક્ટરની બેરહેમીથી પિટાઈ કરતો વીડિયો વાઈરલ થયો છે. મંગળવારે બનેલી આ ઘટના બાદ એક મહિલા સહીત 24 આરોપીઓને એરેસ્ટ કરાયા છે.  ઉડાલી કોવિડ સેન્ટરમાં તહેનાત ડૉક્ટર સેજુકુમાર સેનાપતિને માર મારવાના આરોપમાં મોહમ્મદ કમરુદ્દીન, મોહમ્મદ જૈનલુદ્દીન, રેહનુદ્દીન, સઈદુલ આલમ, રહીમુદ્દીન, રાજુલ ઈસ્લામ, તૈયબર રહમાન અને સાહિલ ઈસ્લામ સહીત 24ની ધરપકડ કરાઈ છે.  ડોક્ટરને માર મારવાનો વીડિયો મુખ્યમંત્રી હેમંત બિસ્વા સર્માને ટેગ કરીને ટ્વિટ કરાયો હતો. વીડિયો જોયા બાદ આસામના મુખ્યમંત્રીએ કહ્યુ છે કે આવા પ્રકારની હરકત પ્રશાસન દ્વારા બરદાશ્ત કરાશે નહીં. મુખ્યમમંત્રીએ ન્યાયની ખાતરી આપતા કાર્યવાહી પર નજર રાખવાની વાત પણ કહી છે.