Posts

Showing posts with the label balrampur

માનવતા શર્મસાર: PPE કીટ પહેરીને કોરોનાગ્રસ્ત કાકાની લાશનો નદીમાં ઘા! વીડિયો થયો વાઈરલ

Image
કોરોનાના કપરા કાળમાં માનવતાના પણ વળતા પાણી જોવા મળી રહ્યા છે. ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લામાં માનવતાને ક્ષત-વિક્ષત કરનારી શરમજનક ઘટના સામે આવી છે. કોરોનાથી મૃત્યુ પામેલા પોતાના કાકાની લાશ ભત્રીજાએ કેટલાક લોકોની મદદથી શનિવારે બપોરે રાપ્તી નદીમાં ફેંકી હતી. નદીમાં લાશ ફેંકતો વીડિયો વાઈરલ થયા બાદ અધિકારીએ મામલાની તપાસ શરૂ કરી છે. મીડિયા અહેવાલ મુજબ, એલ-ટૂ હોસ્પિટલમાં દાખલ કરાયેલા વૃદ્ધનું મોડી સાંજે મૃત્યું થયું હતું. શનિવારે બપોરે વૃદ્ધની લાશ તેનો ભત્રીજો અંત્યેષ્ટિ માટે લઈ ગયો હતો. સીએઅઓના નિવેદન પર મૃતકના ભત્રીજા અને અન્ય એક વ્યક્તિ પર મહામારી અધિનિયમ અને અન્ય જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરાયો છે. બલરામપુરના સોશયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં બે લોકો રાપ્તી નદીમાં લાશ ફેંકતા દેખાઈ રહ્યા છે. જેમાં એક વ્યક્તિ પીપીઈ કીટ પહેરેલો દેખાય રહ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રાંત સહ-મંત્રી અભિષેક સિંહે વાઈરલ વીડિયો અધિકારીઓને ટ્વિટ કર્યો હતો અને સીએમઓ ડૉ. વિજય બહાદૂર સિંહે મામલાની તપાસ શરૂ કરાવી છે. તપાસમાં જાણખારી મળી છે કે શુક્રવારે સાંજે એલ-ટૂ હોસ્પિટલમાં ભરતી મનકૌરા કાશીરામ ગામના વત...