Posts

Showing posts with the label muslim

‘શાકાહારી દૂધ’ની અમૂલને સલાહ આપનાર PETAના “પશુપ્રેમ”ની પોલખોલ

Image
  -                       આનંદ શુક્લ પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ એટલે કે પેટા ભારતમાં વિવાદોનો પર્યાય બની ગઈ છે. PETA ના પશુ-પક્ષી પ્રેમના દંભની પરાકાષ્ઠાને ઉજાગર કરતી એક ઘટના સામે આવી છે. તાજેતરમાં લક્ષદ્વીપમાં બીફ(ગૌમાંસ)ને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. તેના પહેલા ગુજરાત સહીતના ઘણાં રાજ્યોની સરકારોએ ગાય અને ગૌવંશની હત્યાની સામે કાયદાઓ અમલી બનાવ્યા છે. પરંતુ પશુપ્રેમી હોવાનો દમ ભરનારી પેટાએ હાલમાં લક્ષદ્વીપમાં બીફ પર રોક બદલ કેન્દ્ર સરકારને કે ભૂતકાળમાં ગૌવંશની સુરક્ષા માટે બનાવવામાં આવેલા કાયદાઓ બદલ કોઈપણ રાજ્યની સરકારોને અભિનંદન આપતા પત્ર લખ્યા નથી ? એક વિશેષ તહેવારના દિવસે સમુદાય વિશેષ દ્વારા હજારો ઘેટાં-બકરાં અને અન્ય પશુઓની કતલ કરવામાં આવે છે. પરંતુ ઈકો-ફ્રેન્ડલી હોળી અને ઉત્તરાયણની વાત કરનારી ટોળકીમાં સામેલ પેટા આવા મુંગા પ્રાણીઓની કત્લેઆમને રોકવા માટે ભારતની સરકાર અથવા તો સમુદાય વિશેષની સંસ્થાઓને ઈકો-ફ્રેન્ડલી તહેવારની ઉજવણીનો પત્ર લખવાની હિંમત કરી શકી નથી. ભૂતકાળમાં એકાદ-બે અપવાદરૂપ ઘટનામાં સમુદાય વિશેષના...

હિંદુઓ જાગી જાવ, વિશ્વના તમામ ધર્મો સરખા કે સમાન નથી?

Image
 - પ્રસન્ન શાસ્ત્રી ભારતની નીતિ-રીતિને બદલીને રાજનીતિને વિકૃત કરવામાં આવી છે. સહઅસ્તિત્વ માટે જરૂરી ભારતીયતાના અસ્તિત્વના ભોગે ભારતમાં કથિત ધાર્મિક એકતા માટે કથિત પોલિટિકલ કરેક્ટ બનવા માટે દેશની કથિત મુખ્યપ્રવાહની રાજનીતિએ છેલ્લી દોઢ સદીથી ભારે ઉમ્બાડિયા કર્યા છે. આવા દેશને પોલિટિકલી કરેક્ટ બનાવવાના ઉમ્બાડિયા કોઈ એક નેતાને નામે લખવા કે તેને જવાબદાર ઠેરવવા સર્વથા અયોગ્ય છે. પરંતુ કોઈ એક સર્વસ્વીકૃત નેતા આના માટે મુખ્ય ભૂમિકામાં હોઈ શકે તેવું માનવા માટે દેશને થયેલા વિભાજનના કારમા પ્રહારને લઈને વિચારી શકે છે. આવા વિચાર દ્વેષપ્રેરીત નહીં, પરંતુ વસ્તુનિષ્ઠતા સાથેના હોય તો તેમ કરવા માટે દરેક ભારતીયને અધિકાર છે. ભારતની સ્વતંત્રતાના 7 દાયકાથી વધુ સમયની અંદર ભારતના આત્મતત્વ- હિંદુત્વને હાનિ પહોંચાડવાની કોશિશોના પ્રત્યક્ષ અને પરોક્ષપણે આપણે તમામ ભારતીયો સાક્ષી છીએ. પ્રશ્ન એ છે કે ભારતના આત્મતત્વને અવગણીને સ્વતંત્રતા, સ્વશાસન અને પરમ વૈભવની અનુભૂતિ કેવી રીતે થઈ શકે?  ભારતમાં પશ્ચિમી જગતના સગવડિયા સમાજવાદ, માર્ક્સવાદ-સામ્યવાદ-કમ્યુનિઝમને ભારતીયો વચ્ચે વિકૃત કરીને ફેલાવવામાં આવ્યા છે. આ ...