આસામમાં ભીડ દ્વારા ડૉક્ટરની બેરહેમીથી પિટાઈનો વીડિયો વાઈરલ, 24 એરેસ્ટ
દિબ્રુગઢ: આસામના હોજાઈ જિલ્લાના એક કોવિડ કેર સેન્ટરમાં કોરોનાગ્રસ્તના મૃત્યુ બાદ તેના પરિવારજનો દ્વારા ડોક્ટરની બેરહેમીથી પિટાઈ કરતો વીડિયો વાઈરલ થયો છે. મંગળવારે બનેલી આ ઘટના બાદ એક મહિલા સહીત 24 આરોપીઓને એરેસ્ટ કરાયા છે.
ઉડાલી કોવિડ સેન્ટરમાં તહેનાત ડૉક્ટર સેજુકુમાર સેનાપતિને માર મારવાના આરોપમાં મોહમ્મદ કમરુદ્દીન, મોહમ્મદ જૈનલુદ્દીન, રેહનુદ્દીન, સઈદુલ આલમ, રહીમુદ્દીન, રાજુલ ઈસ્લામ, તૈયબર રહમાન અને સાહિલ ઈસ્લામ સહીત 24ની ધરપકડ કરાઈ છે.
ડોક્ટરને માર મારવાનો વીડિયો મુખ્યમંત્રી હેમંત બિસ્વા સર્માને ટેગ કરીને ટ્વિટ કરાયો હતો. વીડિયો જોયા બાદ આસામના મુખ્યમંત્રીએ કહ્યુ છે કે આવા પ્રકારની હરકત પ્રશાસન દ્વારા બરદાશ્ત કરાશે નહીં. મુખ્યમમંત્રીએ ન્યાયની ખાતરી આપતા કાર્યવાહી પર નજર રાખવાની વાત પણ કહી છે.
Comments
Post a Comment