વારાણસીમાં ભારત-જાપાન મૈત્રીનું પ્રતીક રુદ્રાક્ષ તૈયાર

 

PM નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ઉત્તરપ્રદેશનું સૌથી વધુ હાઈટેક કન્વેન્શન સેન્ટર રૂદ્રાક્ષ તૈયાર થઈ ગયું છે. ભોલેબાબાની નગરીમાં જાપાનના સહયોગથી 186 કરોડ રૂપિયાના ખર્ચે શિવલિંગના આકારનું કન્વેશન્શન સેન્ટર બનાવવામાં આવ્યું છે.


રૂદ્રાક્ષ કન્વેશન્શન સેન્ટરના બહારના ભાગમાં એલ્યુમિનિયમના 108 મોટા પંચમુખી રૂદ્રાક્ષ લગાવવામાં આવ્યા છે. આ પંચમુખી રૂદ્રાક્ષ રાત્રિના અંધકારમાં એલઈડીલાઈટની ચમકથી સુંદરતામાં ચાર ચાંદ લગાવશે.


ભારતની આધ્યાત્મિક રાજધાની વારાણસીના વ્યસ્તમ વિસ્તારમાં સામેલ શુમાર સિગરામાં બનેલું આ કન્વેન્શન સેન્ટર ભારત-જાપાનની મૈત્રીનું પ્રતીક છે. માનવામાં આવે છે કે ત્રણ એકરમાં બનેલા હાઈટેક કન્વેશન સેન્ટરનું કોરોનામાંથી સ્થિતિ સામાન્ય થયા બાદ PM નરેન્દ્ર મોદી લોકાર્પણ કરે તેવી શક્યતા છે.



રૂદ્રાક્ષ કન્વેશન્શન સેન્ટરમાં 1200 લોકોને બેસવા માટેની ચેયર વિયતનામથી અને સેન્ટરને વાતાનુકૂલિત રાખવા માટેના ઉપકરણો ઈટાલીથી મંગાવવામાં આવ્યા છે. આખા સેન્ટરમાં સીસીટીવી લગાવાયા છે.


રૂદ્રાક્ષ સેન્ટરમાં 1200 બેઠકોના મોટા  હોલ સિવાય બે નાના કોન્ફરન્સ રૂમ પણ છે. બેસમેન્ટમાં 120 વાહનોના પાર્કિંગની વ્યવસ્થા પણ કરાઈ છે. દિવ્યાંગો માટે સેન્ટરના મુખ્ય દરવાજે વ્હીલચેયરની વ્યવસ્થા પણ કરાઈ છે. સંગીત નાટક અને પ્રદર્શનીની પણ પર્યટકો માટે વ્યવસ્થા કરાઈ છે.


રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનું કામ 2018માં શરૂ કરાયું હતું. જાપાનના તત્કાલિન પીએમ શિંઝો આબે 2015માં વારાણસી આવ્યા હતા, ત્યારે તેનો પાયો નખાયો હતો. શિંજો આબેએ વારાણસીમાં કન્વેન્શન સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને પીએમ મોદીએ તેને સ્વીકાર્યો હતો.

Comments