76 વર્ષીય ‘ફિટનેસ ગુરુ’નો વીડિયો વાઈરલ, “વાપસી હંમેશા હોય છે મોટી”
કોરોનાની વૈશ્વિક મહામારીમાં ફિટનેસ – શરીરની ખડતલતા બેહદ જરૂરી છે. સોશયલ મીડિયા પર 76 વર્ષના ત્રિપતસિંહનો વાઈરલ થઈ રહેલો વીડિયો ફિટનેસ સંદર્ભે પ્રેરણા આપી રહ્યો છે.
હ્યુમન્સ ઓફ બોમ્બના સત્તાવાર ઈસ્ટાગ્રામ હેન્ડલ પર શેયર કરવામાં આવેલા વીડિયોમાં 76 વર્ષીય ત્રિપતસિંહની વર્ક આઉટની સફર દર્શાવવામાં આવી છે. વીડિયોને કેપ્શન અપાયું છે- વાપસી હંમેશા મોટી હોય છે.
76 વર્ષીય ત્રિપતસિંહની ફિટનેસ યાત્રા જોઈને લોકોને શારીરિક સૌષ્ઠવ જાળવવા માટે પ્રેરણા મળી રહી છે અને તેમના વીડિયોને ખૂબ પસંદ કરાઈ રહ્યો છે.
વીડિયોના પ્રારંભમાં ત્રિપતસિંહ તેમના પત્નીના 1999માં થયેલા નિધન અને ધંધાના ઠપ્પ થવાની વાત કરે છે. તેની થોડીક સેકન્ડોમાં કેવી રીતે તેમની જિંદગી બદલાઈ તેને દર્શાવવામાં આવી છે.
76 વર્ષીય ત્રિપતસિંહ વેટલિફ્ટ કરે છે. વર્કઆઉટ કરે છે. તેમણે બૉડી બનાવી લીધી અને ધંધો પણ સારો ચાલી રહ્યો છે. ત્રિપતસિંહ કહે છે કે મારી પત્ની મને આમ જોઈને ઉદાસ થાત. તેથી મેં ખુદને ફરીથી બેઠા કરવાનું કામ કર્યું છે.
આ વીડિયોને 33 હજારથી વધારે લાઈક મળ્યા છે અને તેને સતત પસંદ કરવામાં આવી રહ્યો છે.
Comments
Post a Comment