ઈરાની નૌસેનાનું જંગી જહાજ ઓમાનની ખાડીમાં ડૂબ્યું, દુર્ઘટના કે ષડયંત્ર?
ઈરાનની નૌસેનાનું સૌથી મોટું જહાજ ખર્ગ બુધવારે રાત્રે સવા બે વાગ્યે ઓમાનની ખાડીમાં આગ લાગવાની દુર્ઘટના બાદ ડૂબી ગયું છે. ઈરાની નૌસેનાના જહાજને બચાવવાની કોશિશો કરવામાં આવી હતી. પરંતુ આ જહાજ તહેરાનથી 1270 કિ.મી. દૂર જસ્ક પોર્ટ નજીક ડૂબી ગયું હતું.
ઈરાની નૌસેનાના આ વિરાટકાય જહાજનું નામ ખર્ગ ટાપુ પરથી રાખવામાં આવ્યું હતું. ખર્ગ ટાપુ ઈરાનનું મુખ્ય ઓઈલ ટર્મિનલ છે.
ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સીએ તેને ટ્રેનિંગ શિપ ગણાવ્યું છે. યુએસ નેશનલ ઓશિયેનિક એન્ડ એટમસફેરિક એડમિનિસ્ટ્રેશને અંતરીક્ષમાંથી સેટેલાઈટ દ્વારા ઈરાની જહાજમાં આગની જાણકારી મીડિયા અહેવાલ પહેલા મેળવી લીધી હતી.
Comments
Post a Comment