રશિયન Su-57- 4 ‘બ્રહ્માસ્ત્ર’ઓખોતનિક ડ્રોનથી સજ્જ, અમેરિકા-નાટોમાં ફફડાટ


વિશ્વભરમાં તબાહી મચાવવા માટે સક્ષમ રશિયાના પાંચમી પેઢીના સુખોઈ-57 ફાઈટર જેટના શસ્ત્રસરંજામમાં 4 ખતરનાક ઓખોતનિક ડ્રોન પણ સામેલ થયા છે. રશિયાના આ નવા એલાનથી અમેરિકા અને નાટો દેશોના ટેન્શનમાં વધારો થયો છે. 


સુખોઈ-57 અમેરિકાના સૌથી ઘાતક ગણાતા એફ-35 પર એર સુપિરિયારિટી ધરાવે છે. જેને કારણે નાટો અને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને લઈને ચિંતાઓ વ્યક્ત કરાય છે. 


સીરિયામાં પણ સુખોઈ-57 ફાઈટર જેટ્સ આઈએસઆઈએસ સામેની લડાઈમાં તબાહી મચાવી ચુક્યા છે. ઘણાં દેશો સુખોઈ-57ની ખરીદીમાં રસ ધરાવે છે. 



સુખોઈ-57 અમેરિકાના એફ-35 કરતા ઘણાં સસ્તા છે. તો તેમા તહેનાત કરવામાં આવેલા ચાર ઓખોતનિક રશિયન હેવી એટેક ડ્રોને તેની ઘાતકતા અનેકગણી વધારી દીધી છે. 


ઓખોતનિક રશિયન હેવી એટેક ડ્રોન- 


સ્ટીલ્થ ટેક્નોલોજીથી સજ્જ ઓખોતનિક હેવી એટેક ડ્રોન અને સુખોઈ-57 એકબીજા સાથે જોડાયેલા રહેશે. એસ-70 ઓખોતનિક એટેક ડ્રોનનું નિર્માણ સુખોઈ-57 બનાવનારા સુખોઈ ડિઝાઈન બ્યૂરોએ કર્યું છે. 



રડારની પકડમાં નહીં આવનારા ઓખોતનિક ડ્રોનનું વજન 20 ટન, ઝડપ 1000 કિ.મી. પ્રતિ કલાક છે. 2024થી આ ડ્રોન રશિયન સેનાને મળવા લાગશે. 


ચાર ઓખોતનિક હેવી એટેક ડ્રોનને સુખોઈ-57માં તહેનાત કરીને રશિયન વાયુસેનાએ પોતાની મારક ક્ષમતામાં મોટા વધારો કર્યો છે. 


અમેરિકાના એફ-35થી વધુ ઘાતક છે રશિયન સુખોઈ-57- 


સુખોઈ-57 આકાશમાં સીધી ઉડાણ ભરવા માટે સક્ષમ છે. ડોગ ફાઈટ અને નીચી ઉડાણ ભરવા સહીતના યુદ્ધ કૌશલમાં માહેર છે. સીરિયામાં તબાહી મચાવી ચુકેલા સુખોઈ-57 યુદ્ધવિમાનોને અમેરિકાના એફ-35 કરતા પણ વધુ ઘાતક માનવામાં આવે છે. 



સુખોઈ-57 અમેરિકાના એફ-35 કરતા સસ્તા છે. સુખોઈ-57ની સ્પીડ આફ્ટરબર્નરનો ઉપયોગ કર્યા વગર પણ 2500 કિ.મી. પ્રતિકલાકની છે. તેની સબસોનિક રેન્જ 3500 કિ.મી.થી વધારે છે. સ્ટીલ્થ ટેક્નોલોજીથી સજ્જ પાંચમી પેઢીના સુખાઈ-57 એર ડિફેન્સ સિસ્ટમને પણ ધ્વસ્ત કરવા માટે સક્ષમ છે. 


સુખોઈ-57માં શોર્ટ રેન્જ એર ટૂ એર મિસાઈલોથી માંડીને 150 કિલોમીટર સુધી જમીન પર હુમલો કરવા માટે સક્ષમ એર ટૂ ગ્રાઉન્ડ એટેક મિસાઈલો પણ તહેનાત છે. 


સુખોઈ-57 વિમ્પેલ આર-37 હાઈપરસોનિક મિસાઈલ સિવાય પરમાણુ હુમલો કરવા માટે સક્ષમ કેએચ-47-એમ-2 કિન્ઝાલ મિસાઈલથી પણ હુમલોકરવા માટે સક્ષમ છે.

 

એફ-35 યુદ્ધવિમાનો પર સુખોઈ-57 એર સુપિરિયારિટી ધરાવતા હોવાથી નાટો અને અમેરિકા પોતાના સૈન્ય ઠેકાણાઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. 


Comments