Posts

નાગા સાધુઓનો રહસ્યલોક-10: મહિલાઓ તો 16 શણગાર કરે છે, પરંતુ નાગા બાબાઓ કરે છે 17 શ્રૃંગાર!

  નાગા સાધુનો 17મો શ્રૃંગાર છે ભસ્મ નાગા સાધુઓના શ્રૃંગારની વિશેષતા ભસ્મ અને રુદ્રાક્ષનું નાગા સાધુઓ માટે છે મહત્વ મહિલાઓ તો 16 શ્રૃંગાર કરે છે. પરંતુ નાગા બાબાઓ 17 શ્રૃંગાર કરે છે. માનવામાં આવે છે કે મહિલાઓ પોતાના શણગાર પર સૌથી વધુ ધ્યાન આપે છે. પરંતુ તમને ચોક્કસ આશ્ચર્ય થશે કે નાગા સાધુ પણ પોતાના શ્રૃંગાર પર વિશેષ ધ્યાન આપે છે. દરેક નાગા સાધુનો શ્રૃંગાર અલગ હોય છે અને તે તેમની અલગ ઓળખ પણ બને છે. નાગા સાધુઓનો 17મો શ્રૃંગાર ભસ્મ હોય છે. ભસ્મ નાગા સાધુઓનું એકમાત્ર પરિધાન હોય છે. દરેક નાગા પોતાના શરીર પર આ સફેદ ભસ્મ અને રુદ્રાક્ષની માળાઓ સિવાય કંઈ પહેરતા નથી. માન્યતા છે કે ભગવાન શંકર આવી જ રીતે 11 હજાર રુદ્રાક્ષની માળા ધારણ કરે છે. નાગા સાધુઓને વસ્ત્ર ધારણ કરવાની પણ મંજૂરી હોતી નથી. જો વસ્ત્ર ધારણ કરવાનું હોય, તો ભગવા રંગનું એક જ વસ્ત્ર નાગા સાધુ પહેરી શકે છે. નાગા સાધુઓને શરીર પર માત્ર ભસ્મ લગાવવાની અનુમતિ છે. નાગા સાધુઓના 17 શ્રૃંગાર- 1.        લંગોટ 2.        ભભૂત- શરીર પર વિભૂતિનો લેપ 3.   ...

નાગા સાધુઓનો રહસ્યલોક-9: નાગા સાધ્વીઓની પણ હોય છે અલગ દુનિયા

  નાગા સાધુ અને નાગા સાધ્વીઓની રહસ્યમયી દુનિયા નાગા સાધુ અને નાગા સાધ્વીમાં શું હોય છે ફરક ? નાગા સાધ્વી બનવાની શું હોય છે પ્રક્રિયા , કેવી હોય છે દિનચર્ચા ? નાગા એક પદવી હોય છે. પુરુષની જેમ મહિલાઓને પણ સંન્યાસ દીક્ષા આપીને નાગા સંન્યાસિની બનાવવામાં આવી છે. પરંતુ મહિલા નાગા સાધુ વસ્ત્રધારી હોય છે. જૂના અખાડામાં માઈ બાડાને દશનામ સંન્યાસિની અખાડાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ અખાડાની મહિલા સાધુઓને માઈ, અવધૂતાની અથવા નાગિન કહેવામાં આવે છે. તેમને કોઈ ખાસ વિસ્તારના પ્રમુખ તરીકે શ્રીમહંતની પદવી આપવામાં આવે છે. પુરુષોની જેમ જ મહિલાને નાગા સાધુ બનતા પહેલા 6થી 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. આમ કરવામાં સફળ રહેનારી મહિલા બાદમાં નાગા સાધુ બની શકે છે. મહિલાએ પણ નાગા સાધુ બનતા પહેલા પોતાનું પિંડદાન કરવું પડે છે. નાગા સાધુ બનવા માટે મહિલાએ સૌથી પહેલા પોતાના વાળ કાપવા પડે છે અને બાદમાં પરંપરા પ્રમાણે ગંગા સ્નાન કરવું પડે છે. જેટલું સમ્માન પુરુષ નાગા સાધુને આપવામાં આવે છે, તેટલો જ આદર મહિલા નાગા સાધુનો કર માં આવે છે. મહિલા અને પુરુષ નાગા સાધુમાં માત્ર એક જ ફરક છે કે મહ...

નાગા સાધુઓનો રહસ્યલોક-8: ઔરંગઝેબથી હિંદુ ધર્મની રક્ષા કાજે નાગા સંતોએ બનાવી સેના, વૃંદાવનથી ભગવાનની મૂર્તિઓ મોકલી હતી રાજસ્થાન

  સંત બાલાનંદે બનાવી હતી નાગા સંન્યાસીઓની સેના બાલાનંદની સેનાએ નાસિક કુંભમાં કરી હતી સંતોની રક્ષા સૂરજમલ જાટે નાગા સંતોની સેનાની મદદથી આગ્રા જીત્યું બરસાનામાં જાટ-મુઘલો વચ્ચેના યુદ્ધમાં દેખાડયું હતું શૌર્ય રાષ્ટ્રયજ્ઞની બલિવેદી પર હંમેશા બલિદાન માટે આગળ રહેનારા નાગા સાધુઓની વીરતાની પરંપરાની ગાથાઓ પણ અમર છે. રામાનંદ સંપ્રદાયના મહાન સંત બાલાનંદે ધર્મની રક્ષા માટે વૈરાગી વૈષ્ણવ સંતોના અખાડાઓની રચના કરી હતી. જયપુરના ચાંદપોલ હનુમાનજી નજીક બાલાનંદજીનો મંદિર જેવો દેખાતો મઠ ક્યારેક નાગા સંતોની સેનાની છાવણી રહી ચુક્યો છે. અહીં સૈનિકો સિવાય હાથી-ઘોડા પણ રહેતા હતા. પૂર્વાશ્રમમાં રાજપૂત સંત બાલાનંદ તેમના ગુરુ વ્રજાનંદની સાથે પુષ્કર થઈને આમેર રિયાસતમાં આવ્યા હતા. તેમણે પહેલો પડાવ ઝાલાના વિસ્તારમાં નાખ્યો અને સવાઈ માધોસિંહ પ્રથમે સંત બાલાનંદને રાજગુરુનું સમ્માન આપ્યું હતું. શસ્ત્રધારી નાગા સંતોની 52 ગાદીઓ અને ત્રણ અખાડાઓની રચના સંત બાલાનંદના નેતૃત્વમાં 1721માં વૃંદાવન ખાતે કરવામાં આવી હતી. આ કામમાં ગલતાના હર્યાચાર્ય, નિમ્બાર્કના વૃંદાવનદેવાચાર્ય, દાદૂપંથી મંગળદાસ અને રેવાસા વગેરે પીઠ...

નાગા સાધુઓનો રહસ્યલોક-7: 3 પંથોમાં વહેંચાયેલા 13 અખાડાઓનું સંન્યાસી વિશ્વ

  નાગા સાધુઓના 13માંથી 7 અખાડા શૈવ પંથી નાગા સાધુઓના ત્રણ અખાડા વૈષ્ણવ નાગા સાધુઓના ત્રણ અખાડા ઉદાસીન આઝાદી પછી અખાડાઓએ સૈન્ય ચરિત્ર છોડયું નાગા સાધુ પરંપરાને આદિગુરુ શંકારાચાર્યે મઠ-મંદિરો અને દેશની સુરક્ષા માટે અખાડાનું સ્વરૂપ આપ્યું હતું. પરંતુ આઝાદી બાદ આ અખાડાઓએ પોતાનું સૈન્ય ચરિત્ર ત્યાગી દીધું છે. આ અખાડાઓના પ્રમુખોએ ભારપૂર્વક કહ્યુ છે કે તેમના અનુયાયીઓ ભારતીય સંસ્કૃતિ અને દર્શનના સનાતની મૂલ્યોના અધ્યય અને સનાતની મૂલ્યોનો અભ્યાસ અને અનુપાલન કરતા સંયમિત જીવન વ્યતીત કરે. દેશણાં હાલ શૈવ સંપ્રદાયના સાત, વૈષ્ણવના ત્રણ અને ઉદાસીન પંથના ત્રણ એમ કુલ 13 માન્યતા પ્રાપ્ત અખાડા છે. શૈવ સંન્યાસી સંપ્રદાયના સાત અખાડામાં- પંચાયતી અખાડા, મહાનિર્વાણી, પંચ અટલ અખાડા, પંચયતી અખાડા નિરંજની, તપોનિધિ આનંદ અખાડા, પંચદશનામ જૂના અખાડા, પંચદશનામ આહ્વવાન અખાડા, પંચદશનામ પંચઅગ્નિ અખાડા સામેલ છે. વૈરાગી વૈષ્ણવ સંપ્રદાયના ત્રણ અખાડાઓમાં દિગમ્બર અણિ અખાડા, નિર્વાણી અણિ અખાડા, પંચ નિર્મોહી અણિ અખાડાનો સમાવેશ થાય છે. જ્યારે ઉદાસીન સંપ્રદાયના ત્રણ અખાડામાં- પંચાયતી બડા ઉદાસીન અખાડા, પંચાયતી અખાડા...

નાગા સાધુઓનો રહસ્યલોક-6: નાગા સાધુઓને પૃથ્વીરાજ ચૌહાને શા માટે આપ્યો હતો પહેલા કુંભસ્નાનનો અધિકાર? જાણો આ રોચક તથ્ય

  મોહમ્મદ ઘોરીની સેનાઓને કુરુક્ષેત્રમાં નાગા સાધુઓએ ઘેરી હતી નાગા સાધુઓને પહેલા કુંભસ્નાનનું પૃથ્વીરાજે આપ્યું હતું સમ્માન તૈમૂર લંગ સામે જ્વાલાપુરમાં નાગા સાધુઓએ લીધી હતી ટક્કર ખિલજી સામે નાથ સંપ્રદાયના સાધુઓની સેનાએ કર્યો મુકાબલો અબ્દાલીની સેના સામે પણ નાગા સાધુઓએ ભીડી હતી બાથ મોહમ્મદ ઘોરીને કુરુક્ષેત્રમાં હરાવ્યો- વિદેશી આક્રમણોમાં નાગા સાધુઓએ અનેક યુદ્ધોમાં ભાગ લીધો હતો. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાનના શાસનકાળમાં મોહમ્મદ ઘોરીની સેના કુરુક્ષેત્ર અને પેહોવાના મંદિરોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી રહી હતી, ત્યારે નાગા સાધુઓએ કુરુક્ષેત્રમાં મોહમ્મદ ઘોરીની સેનાને ઘેરી લીધી હતી. તેના પછી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાનની સેનાએ ઘોરીની સેનાને તરાઈનમાં હરાવી હતી. આ યુદ્ધ બાદ કુંભમેળામાં નાગા યોદ્ધાઓને સમ્માન આપવા માટે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાને સૌથી પહેલા કુંભસ્નાનનું સમ્માન અને અધિકાર આપ્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે કે નાગા સાધુઓના અખાડા કુંભમાં પહેલા સ્નાન કરે છે. તૈમૂર લંગ-ખિલજી સામે પણ લીધી ટક્કર- નાગા સાધુઓની વીરતાની ગાથા દિલ્હી લૂંટીને હરિદ્વારમાં વિધ્વંસ માટે નીકળેલા તૈમૂર...

નાગા સાધુઓનો રહસ્યલોક-5: ખાટૂશ્યામજી મંદિર નાગા સાધુઓએ બચાવ્યું, સંત મંગળદાસનું માથું કપાયું તો ધડ લડયું યુદ્ધ!

  સંત દાદૂદયાલના નાગા સાધુઓની વીરતા 200 વર્ષ સુધી 33 યુદ્ધોમાં લીધો હતો ભાગ ખાટૂ શ્યામજી મંદિરને બચાવવા મુઘલ સેના સામે લડાઈ સંત મંગળદાસે મુઘલ સેના સામે લીધી હતી ટક્કર સંત દાદૂદયાલના શિષ્યોની નાગા સાધુઓની સેનાએ ઢૂંઢાડને બચાવવા માટે સતત 200 વર્ષ સુધી 33 યુદ્ધમાં ભાગ લીધો અને ત્યાગમયી સેવા અને બલિદાન આપ્યા હતા. 1779માં બાદશાહ આલમ દ્વિતિયના સુબેદાર મુર્તજા અલી ખાં ભડેચની પચાસ હજારની સેનાએ શેખાવટી થઈને જયપુર પર હુમલો કર્યો હતો. ત્યારે શ્રીમાધોપુરને લૂંટયા બાદ ખાટૂ શ્યામજી મંદિરને તોડવા આગળ વધી હતી. દાદૂ સંત મંગળદાસના નેતૃત્વમાં નાગા સાધુઓએ શરૂમાં નાથાવત અને શેખાવત સાથે મળીને મુઘલસેનાનો સામનો કર્યો હતો. જયપુરથી કછવાહા સેનાના પહોંચ્યા બાદ સૌએ સાથે મળીને મુઘલોનો સામનો કર્યો હતો. ભીષણ સંગ્રામમાં દાદૂ સંત મંગળદાસ મહારાજનું માથું કપાયું તેના પછી પણ તેમનું ધડ લડતું રહ્યું હતું. ડુંગરીના ચૂહડસિંહ નથાવત પણ તેમના બે પુત્રો સાથે વીરગતિ પામ્યા હતા. સેવાના દલેલસિંહ, દૂજોદના સલેદીસિંહ શેખાવત, બલારાના હનુવંતસિંહ મિશ્રી ખાં, કાયસ્થ અર્જુન અને ભીમ સિવાય સ્વરૂપ બડવા, મહાદાન ચારણ મૌજી રાણાએ પણ...

નાગા સાધુઓનો રહસ્યલોક-4: અકબર,ઔરંગઝેબ, અબ્દાલી, અંગ્રેજોને ચખાડયું છે નાગા સાધુઓએ પોતાની તલવારોનું પાણી

  અકબર સામે મહારાણા પ્રતાપને નાગા સાધુઓએ કરી હતી મદદ ઔરંગઝેબની સેનાઓને હરિદ્વાર, કાશીમાંથી ખદેડી હતી અબ્દાલીની સેનાને મથુરા, ગોકુળમાં કરાવી હતી પીછેહઠ અંગ્રેજો સામે પણ નાગા સાધુઓએ ઉઠાવ્યા હતા શસ્ત્ર નાગા સાધુઓ યોગવિદ્યામાં પ્રવીણ હોય છે. તેનાથી તેમની સંઘર્ષ શક્તિ બેહદ વધી જાય છે. નાગા સાધુ એક સૈન્ય પંથની જેમ સુસજ્જિત છે. તેના પદાનુક્રમ પણ સૈન્ય રેજિમેન્ટની જેમ હોય છે. તેઓ ત્રિશુલ, ભાલા, તલવાર, ગદા જેવા શસ્ત્રો ધારણ કરે છે. નાગા સંન્યાસીઓ મોતથી ડરતા નથી, કારણ કે તેમણે જીવતા જીવત પોતાના હાથે પોતાનું પિંડદાન કરી દીધું હોય છે. નાગા સાધુ રણભૂમિમાં ઉતરે છે, ત્યારે દુશ્મનને મારી નાખવાનું ઝનૂન તેમના ઉપર સવાર હોય છે. તેના કારણે વિધર્મી લૂંટારાઓમાં તેમનો ઘણો ખોફ જોવા મળતો હતો. નાગા સાધુઓએ અફઘાન, મુઘલ અને અંગ્રેજો સહીતના તમામ વિદેશી આક્રાંતાઓને પોતાના શસ્ત્રોનું પાણી ચખાડયું હતું. મહારાણા પ્રતાપને મળ્યો હતો નાગા સાધુઓનો સાથ- જગવિખ્યાત અટલ અને વીર યોદ્ધા મહારાણા પ્રતાપને મેવાડ અને ભારતભૂમિની આન-બાન-શાનની સુરક્ષા માટે મુઘલો સામે યુદ્ધ લડવામાં નાગા સંન્યાસીઓનો ભરપૂર સાથ મળ્યો હતો...