નાગા સાધુઓનો રહસ્યલોક-5: ખાટૂશ્યામજી મંદિર નાગા સાધુઓએ બચાવ્યું, સંત મંગળદાસનું માથું કપાયું તો ધડ લડયું યુદ્ધ!
સંત દાદૂદયાલના નાગા સાધુઓની વીરતા
200 વર્ષ સુધી 33
યુદ્ધોમાં લીધો હતો ભાગ
ખાટૂ શ્યામજી મંદિરને
બચાવવા મુઘલ સેના સામે લડાઈ
સંત મંગળદાસે મુઘલ સેના
સામે લીધી હતી ટક્કર
સંત દાદૂદયાલના શિષ્યોની
નાગા સાધુઓની સેનાએ ઢૂંઢાડને બચાવવા માટે સતત 200 વર્ષ સુધી 33 યુદ્ધમાં ભાગ લીધો
અને ત્યાગમયી સેવા અને બલિદાન આપ્યા હતા. 1779માં બાદશાહ આલમ દ્વિતિયના સુબેદાર
મુર્તજા અલી ખાં ભડેચની પચાસ હજારની સેનાએ શેખાવટી થઈને જયપુર પર હુમલો કર્યો હતો.
ત્યારે શ્રીમાધોપુરને લૂંટયા બાદ ખાટૂ શ્યામજી મંદિરને તોડવા આગળ વધી હતી. દાદૂ
સંત મંગળદાસના નેતૃત્વમાં નાગા સાધુઓએ શરૂમાં નાથાવત અને શેખાવત સાથે મળીને
મુઘલસેનાનો સામનો કર્યો હતો.
જયપુરથી કછવાહા સેનાના
પહોંચ્યા બાદ સૌએ સાથે મળીને મુઘલોનો સામનો કર્યો હતો. ભીષણ સંગ્રામમાં દાદૂ સંત
મંગળદાસ મહારાજનું માથું કપાયું તેના પછી પણ તેમનું ધડ લડતું રહ્યું હતું.
ડુંગરીના ચૂહડસિંહ નથાવત પણ તેમના બે પુત્રો સાથે વીરગતિ પામ્યા હતા. સેવાના
દલેલસિંહ, દૂજોદના સલેદીસિંહ શેખાવત, બલારાના હનુવંતસિંહ મિશ્રી ખાં, કાયસ્થ
અર્જુન અને ભીમ સિવાય સ્વરૂપ બડવા, મહાદાન ચારણ મૌજી રાણાએ પણ ખાટૂ શ્યામજી
મંદિરને બચાવવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. આ લડાઈમાં મુર્તજા ખાં
ભડેચને તેના હાથી સાથે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો અને મુઘલ સેનાને ખદેડવામાં આવી
હતી. આ યુદ્ધમાં બેહદ વીરતાથી લડનારા સંત મંગળદાસની આજે પણ પૂજા કરવામાં આવે છે. આ
યુદ્ધમાં દેવીસિંહ, સીકર, સૂરજમલ બિસાઉ, નૃસિંહદાસ નવલગઢ અને અમરસિંહ દાંતાએ પણ
સેના સહીત ભાગ લીધો હતો.
નાગા સાધુઓની સેનાએ 33
યુદ્ધોમાં દેખાડી છે વીરતા-
દાદૂપંથીઓની સાત બટાલિયનો
હતી. સૌથી પહેલા કામાં તરફથી જયપુર પર થનારા હુમલામાં નાગા સાધુઓએ વીરતા દેખાડી
હતી. લુહારુથી જયપુર પરના હુમલા રોકવા દાંતારામગઢ અને ઉદયપુર વાટીમાં નાગા સાધુઓની
સેના મોકલવામાં આવી હતી. ટોંકના નવાબ સાથે અણબનાવ વખતે નિવાઈમાં નાગા સાધુઓની સેના
મોકલવામાં આવી હતી.
નાગા સાધુઓની સેનાએ
ખાટૂશ્યામજી સિવાય જોધપુર, ખંડેલા, ફતેહપુર, કરૌલી, ગ્વાલિયર, મંડાવા, નવલગઢ સહીત
લગભગ 33 યુદ્ધોમાં વીરતા દેખાડી છે. જયપુરના ઘાટ દરવાજાની સુરક્ષાનો ભાર નાગા
સાધુની સેના પર હતો.
----------0------
Comments
Post a Comment