નાગા સાધુઓનો રહસ્યલોક-8: ઔરંગઝેબથી હિંદુ ધર્મની રક્ષા કાજે નાગા સંતોએ બનાવી સેના, વૃંદાવનથી ભગવાનની મૂર્તિઓ મોકલી હતી રાજસ્થાન
સંત બાલાનંદે બનાવી હતી નાગા સંન્યાસીઓની સેના
બાલાનંદની સેનાએ નાસિક કુંભમાં કરી હતી સંતોની
રક્ષા
સૂરજમલ જાટે નાગા સંતોની સેનાની મદદથી આગ્રા
જીત્યું
બરસાનામાં જાટ-મુઘલો વચ્ચેના યુદ્ધમાં દેખાડયું
હતું શૌર્ય
રાષ્ટ્રયજ્ઞની બલિવેદી પર
હંમેશા બલિદાન માટે આગળ રહેનારા નાગા સાધુઓની વીરતાની પરંપરાની ગાથાઓ પણ અમર છે.
રામાનંદ સંપ્રદાયના મહાન સંત બાલાનંદે ધર્મની રક્ષા માટે વૈરાગી વૈષ્ણવ સંતોના
અખાડાઓની રચના કરી હતી. જયપુરના ચાંદપોલ હનુમાનજી નજીક બાલાનંદજીનો મંદિર જેવો દેખાતો મઠ ક્યારેક નાગા સંતોની
સેનાની છાવણી રહી ચુક્યો છે. અહીં સૈનિકો સિવાય હાથી-ઘોડા પણ રહેતા હતા.
પૂર્વાશ્રમમાં રાજપૂત સંત બાલાનંદ તેમના ગુરુ વ્રજાનંદની સાથે પુષ્કર થઈને આમેર
રિયાસતમાં આવ્યા હતા. તેમણે પહેલો પડાવ ઝાલાના વિસ્તારમાં નાખ્યો અને સવાઈ
માધોસિંહ પ્રથમે સંત બાલાનંદને રાજગુરુનું સમ્માન આપ્યું હતું.
શસ્ત્રધારી નાગા સંતોની
52 ગાદીઓ અને ત્રણ અખાડાઓની રચના સંત બાલાનંદના નેતૃત્વમાં 1721માં વૃંદાવન ખાતે
કરવામાં આવી હતી. આ કામમાં ગલતાના હર્યાચાર્ય, નિમ્બાર્કના વૃંદાવનદેવાચાર્ય,
દાદૂપંથી મંગળદાસ અને રેવાસા વગેરે પીઠોના સંત અખાડા સાથે રહ્યા હતા. 1789માં
નાસિક કુંભમાં સંતોની સુરક્ષા માટે લડવામાં આવેલા યુદ્ધમાં સંત બાલાનંદની સેનાએ
વીરતા દેખાડી હતી. ઔરંગઝેબે મૂર્તિઓને ખંડિત કરવાનું અભિયાન ચલાવ્યું હતું, ત્યારે
નાગા સંતોના સહયોગથી જ વૃંદાવન સહીતના ધર્મસ્થાનોએથી ભગવાનની મૂર્તિઓ રાજસ્થાન
મોકલવામાં આવી હતી.
ભરતપુરના જાટ શાસક
મહારાજા સૂરજમલે સંત બાલાનંદના સહયોગથી આગ્રા કિલ્લા પર કબ્જો કર્યો હતો અને
ત્યાંથી કમાડ ઉતારીને લઈ આવ્યા હતા. અયોધ્યામાં રામજન્મભૂમિને લઈને થયેલા યુદ્ધમાં
સંત બાલાનંદના ગુરુભાઈ સંત માનદાસે વીરતાનો પરિચય મુસ્લિમ સેનાને કરાવ્યો હતો.
બરસાનાના જાટ અને મુઘલો
વચ્ચેના યુદ્ધમાં નાગા સંતોની સેનાએ જાટો તરફથી યુદ્ધમાં ઝુકવ્યું હતું. તેમા પાંચ
હજાર સૈનિકો ઘાયલ થયા હતા અને બે હજાર જેટલા વીરગતિ પામ્યા હતા. મઠની છાવણીમાં
સેના માટે ઘઉં પણ બળદોની ચક્કીથી પિસવામાં આવતા હતા. મઠમાં રામ, લક્ષ્મણ, ભરત,
શત્રુઘ્નની સાથે સીતા, ઉર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિની પણ પૂજા થાય છે. વિજય
રાઘવ અને ધનુર્ધારી હનુમાનને યુદ્ધમાં આગળ રાખવામાં આવતા હતા. જેઠ સુદી પાંચમે સંત
બાલાનંદ જયંતી પર નાગા સાધુ પોતાના કમાન્ડરને આજે પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચે
છે. અજબગઢ યુદ્ધમાં ગોવિંદાનંદે જયપુર તરફથી યુદ્ધ કર્યું હતું. ગોવિંદાનંદ બાદ
ગંભીરાનંદ મઠના મહંત બન્યા હતા. આઝાદી બાદ નાગા સાધુઓએ પોતાના યોદ્ધા સ્વરૂપનો
ત્યાગ કર્યો અને માત્ર આધ્યાત્મનો માર્ગ પકડયો છે.
Comments
Post a Comment