નાગા સાધુઓનો રહસ્યલોક-10: મહિલાઓ તો 16 શણગાર કરે છે, પરંતુ નાગા બાબાઓ કરે છે 17 શ્રૃંગાર!

 

નાગા સાધુનો 17મો શ્રૃંગાર છે ભસ્મ

નાગા સાધુઓના શ્રૃંગારની વિશેષતા

ભસ્મ અને રુદ્રાક્ષનું નાગા સાધુઓ માટે છે મહત્વ


મહિલાઓ તો 16 શ્રૃંગાર કરે છે. પરંતુ નાગા બાબાઓ 17 શ્રૃંગાર કરે છે. માનવામાં આવે છે કે મહિલાઓ પોતાના શણગાર પર સૌથી વધુ ધ્યાન આપે છે. પરંતુ તમને ચોક્કસ આશ્ચર્ય થશે કે નાગા સાધુ પણ પોતાના શ્રૃંગાર પર વિશેષ ધ્યાન આપે છે. દરેક નાગા સાધુનો શ્રૃંગાર અલગ હોય છે અને તે તેમની અલગ ઓળખ પણ બને છે.

નાગા સાધુઓનો 17મો શ્રૃંગાર ભસ્મ હોય છે. ભસ્મ નાગા સાધુઓનું એકમાત્ર પરિધાન હોય છે. દરેક નાગા પોતાના શરીર પર આ સફેદ ભસ્મ અને રુદ્રાક્ષની માળાઓ સિવાય કંઈ પહેરતા નથી. માન્યતા છે કે ભગવાન શંકર આવી જ રીતે 11 હજાર રુદ્રાક્ષની માળા ધારણ કરે છે.

નાગા સાધુઓને વસ્ત્ર ધારણ કરવાની પણ મંજૂરી હોતી નથી. જો વસ્ત્ર ધારણ કરવાનું હોય, તો ભગવા રંગનું એક જ વસ્ત્ર નાગા સાધુ પહેરી શકે છે. નાગા સાધુઓને શરીર પર માત્ર ભસ્મ લગાવવાની અનુમતિ છે.

નાગા સાધુઓના 17 શ્રૃંગાર-

1.       લંગોટ

2.       ભભૂત- શરીર પર વિભૂતિનો લેપ

3.       ચંદન

4.       પગમાં લોખંડ કે ચાંદીના કડા

5.       અંગુઠી

6.       પંચકેશ

7.       કમરમાં માળા

8.       માથા પર રોલીનો લેપ

9.       કુંડળ

10.   હાથમાં ચિપિયો

11.   ડમરું

12.   કમંડળ

13.   ગુંથેલી જટાઓ

14.   તિલક

15.   કાજલ

16.   હાથમાં કડું

17.   હાથ પર રુદ્રાક્ષની માળાઓ

 

શાહી સ્નાનથી પહેલા નાગા સાધુ સંપૂર્ણપણે સજીધજીને તૈયાર થાય છે અને પોતાના ઈષ્ટની પ્રાર્થના કરે છે. નાગા સાધુ પ્રમાણે, લોકો નિત્ય ક્રિયા કર્યા બાદ ખુદને શુદ્ધ કરવા માટે ગંગા સ્નાન કરે છે. પરંતુ નાના સંન્યાસી શુદ્ધિકરણ બાદ જ શાહી સ્નાન માટે નીકળે છે.

 

Comments