નાગા સાધુઓનો રહસ્યલોક-9: નાગા સાધ્વીઓની પણ હોય છે અલગ દુનિયા

 

નાગા સાધુ અને નાગા સાધ્વીઓની રહસ્યમયી દુનિયા

નાગા સાધુ અને નાગા સાધ્વીમાં શું હોય છે ફરક?

નાગા સાધ્વી બનવાની શું હોય છે પ્રક્રિયા, કેવી હોય છે દિનચર્ચા?


નાગા એક પદવી હોય છે. પુરુષની જેમ મહિલાઓને પણ સંન્યાસ દીક્ષા આપીને નાગા સંન્યાસિની બનાવવામાં આવી છે. પરંતુ મહિલા નાગા સાધુ વસ્ત્રધારી હોય છે. જૂના અખાડામાં માઈ બાડાને દશનામ સંન્યાસિની અખાડાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ અખાડાની મહિલા સાધુઓને માઈ, અવધૂતાની અથવા નાગિન કહેવામાં આવે છે. તેમને કોઈ ખાસ વિસ્તારના પ્રમુખ તરીકે શ્રીમહંતની પદવી આપવામાં આવે છે.

પુરુષોની જેમ જ મહિલાને નાગા સાધુ બનતા પહેલા 6થી 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. આમ કરવામાં સફળ રહેનારી મહિલા બાદમાં નાગા સાધુ બની શકે છે. મહિલાએ પણ નાગા સાધુ બનતા પહેલા પોતાનું પિંડદાન કરવું પડે છે. નાગા સાધુ બનવા માટે મહિલાએ સૌથી પહેલા પોતાના વાળ કાપવા પડે છે અને બાદમાં પરંપરા પ્રમાણે ગંગા સ્નાન કરવું પડે છે. જેટલું સમ્માન પુરુષ નાગા સાધુને આપવામાં આવે છે, તેટલો જ આદર મહિલા નાગા સાધુનો કર માં આવે છે.

મહિલા અને પુરુષ નાગા સાધુમાં માત્ર એક જ ફરક છે કે મહિલા નાગા સાધુ પીળા રંગના વસ્ત્રો પહેરી શકે છે. તમામ મહિલા નાગા સાધુ માથા પર તિલક લગાવે છે અને પીળા વસ્ત્રો પહેરે છે. મહિલાઓને નાગા સંન્યાસી બનાવવાનું કામ આચાર્ય મહામંડલેશ્વરને સોંપવામાં આવ્યું છે. મહિલા નાગા સાધુનું આખું જીવન ઈશ્વરને સમર્પિત હોવાને કેરાણ તેમને દિવસની શરૂઆત પ્રભુ પ્રાર્થનાથી કરવી પડે છે અને દિવસના આખરમાં પણ પ્રાર્થના કરવાની હોય છે. જ્યારે કોઈ મહિલા નાગા સાધુ બની જાય છે, તો ત્યાંના તમામ સાધુ તેમને માતા કહીને બોલાવે છે.

મહિલા નાગા સાધુ બનવું જેટલું મુશ્કેલ છે, તેનાથી વધારે અઘરી તેમની સાધના છે. નાગા સાધ્વીઓની એક ખાસ દિનચર્ચા હોય છે. તેમણે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું હોય છે. તેના પછી ભગવાન શિવના જપ કરવાના હોય છે. મહાકાલના આ જપ સાંજ સુધી ચાલે છે. મોડી સાંજે દત્તાત્રેય ભગવાનની પૂજા થાય છે. તેના પછી નાગા સાધ્વી શયન સાધનામાં લાગી જાય છે. કુંભમેળામાં નાગા સાધુઓ સાથે મહિલા નાગા સાધ્વી પણ સ્નાન કરે છે. પરંતુ મહિલા નાગા સાધ્વીને નગ્ન સ્નાન કરવાની અનુમતિ નથી. નાગા સાધ્વીને અઘોરી વેશ રાખવાની અનુમતિ છે અને તેઓ શવ સાધના પણ કરે છે. ભગવાનની સાધનાની સાથે નાગા સાધ્વી શસ્ત્રોની આરાધના પણ કરે છે. તમામ નાગા સાધ્વી તલવાર અને ત્રિશૂળ ચલાવવામાં નિપુણ હોય છે. વખતોવખત શસ્ત્રોની વિધિવત ઉપાસના પણ કરવામાં આવે છે. જો કે નાગા સાધ્વીઓની દુનિયા ખુદમાં રહસ્યોની અનેક ચાદરોમાં લપેટાયેલી છે.

Comments