પૂર્વ લડાખમાં ચીન સાથેની LAC પર K-9 વજ્રની તહેનાતી
લેહ: પૂર્વ લડાખમાં ચીન સાથેની LAC પર મે-2020થી શરૂ થયેલી ચીની સૈનિકોની હરકત બાદ ભારતીય સેના એલર્ટ છે. કેટલાક સ્થાનો પર હજીપણ બંને દેશોના સૈનિકોની તહેનાતી છે.
ચીની સેનાના કોઈપણ પ્રકારના બદઈરાદાઓને જવાબ આપવા માટે ભારતીય સેનાએ K-9 વજ્ર સેલ્ફ પ્રોપેલ્ડઆર્ટિલરીની તહેનાતી કરી છે.
તોપ અને ટેન્કની ખાસિયત ધરાવતી K-9 વજ્રને 2018માં ભારતીય સેનામાં સામેલ કરાયા બાદ પહેલીવાર લડાખના મોરચા પર તહેનાત કરવામાં આવી છે.
K-9 વજ્રમાં 155 એમએમની તોપ છે. K-9ની રેન્જ 18થી 52 કિલોમીટર છે. 67 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. તેમા ટેન્કોની જેમ ટ્રેક લાગેલા હોય છે.
કે-9 વજ્રમાં 5 સૈનિકો ક્રૂ તરીકે હોય છે. તે મજબૂત બખ્તરથી સંપૂર્ણપણે સુરક્ષિત છે.

Comments
Post a Comment