ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનું દિલધડક ઓપરેશન, કેરળના 3 માછીમારોને બચાવ્યા
કોસ્ટગાર્ડનું દિલધડક ઓપરેશનતૌકત વાવાઝોડાંના કાઉન્ટડાઉન વચ્ચે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના જહાજ વિક્રમે શુક્રવારે રાત્રે કેરળના કન્નૂરથી માછલી પકડવા ગયેલી બધરિયા નામની બોટના ચાલકદળને બચાવ્યું હતું. બધરિયા બોટના ત્રણેય માછીમારો સહી-સલામત છે અને વિક્રમ જહાજ દ્વારા તેમને કોચ્ચિ લઈ જવામાં આવ્યા છે. ભારતીય તટરક્ષક દળે ટ્વિટ દ્વારા આની જાણકારી આપી છે.
ડિફેન્સ પીઆરઓએ
એક નિવેદનમાં કહ્યુ છે કે ઈન્ડિયન કોસ્ટગાર્ડના જહાજ વિક્રમે કન્નૂરથી 22-30 કલાકે
માછીમારી કરવા નીકળેલી એક નાનકડી બોટમાંથી ત્રણ માછીમારોને બચાવ્યા છે. માછીમારી
કરનારી નાની સ્થાનિક નૌકાઓ અને એમઈડબ્લ્યૂની બોટ્સ રેસ્ક્યૂ માટે બહાર જઈ શકી ન
હતી. જહાજ ત્રણેય માછીમારોની સોંપણી માટે કોચ્ચિ જઈ રહ્યું છે.
Comments
Post a Comment