માનવતા શર્મસાર: PPE કીટ પહેરીને કોરોનાગ્રસ્ત કાકાની લાશનો નદીમાં ઘા! વીડિયો થયો વાઈરલ

કોરોનાના કપરા કાળમાં માનવતાના પણ વળતા પાણી જોવા મળી રહ્યા છે. ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લામાં માનવતાને ક્ષત-વિક્ષત કરનારી શરમજનક ઘટના સામે આવી છે. કોરોનાથી મૃત્યુ પામેલા પોતાના કાકાની લાશ ભત્રીજાએ કેટલાક લોકોની મદદથી શનિવારે બપોરે રાપ્તી નદીમાં ફેંકી હતી. નદીમાં લાશ ફેંકતો વીડિયો વાઈરલ થયા બાદ અધિકારીએ મામલાની તપાસ શરૂ કરી છે. મીડિયા અહેવાલ મુજબ, એલ-ટૂ હોસ્પિટલમાં દાખલ કરાયેલા વૃદ્ધનું મોડી સાંજે મૃત્યું થયું હતું. શનિવારે બપોરે વૃદ્ધની લાશ તેનો ભત્રીજો અંત્યેષ્ટિ માટે લઈ ગયો હતો. સીએઅઓના નિવેદન પર મૃતકના ભત્રીજા અને અન્ય એક વ્યક્તિ પર મહામારી અધિનિયમ અને અન્ય જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરાયો છે.



બલરામપુરના સોશયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં બે લોકો રાપ્તી નદીમાં લાશ ફેંકતા દેખાઈ રહ્યા છે. જેમાં એક વ્યક્તિ પીપીઈ કીટ પહેરેલો દેખાય રહ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રાંત સહ-મંત્રી અભિષેક સિંહે વાઈરલ વીડિયો અધિકારીઓને ટ્વિટ કર્યો હતો અને સીએમઓ ડૉ. વિજય બહાદૂર સિંહે મામલાની તપાસ શરૂ કરાવી છે. તપાસમાં જાણખારી મળી છે કે શુક્રવારે સાંજે એલ-ટૂ હોસ્પિટલમાં ભરતી મનકૌરા કાશીરામ ગામના વતની 68 વર્ષીય કોરોનાગ્રસ્ત પ્રેમનાથ મિશ્રાનું મોત નીપજ્યું હતું. કુટુંબીઓને માહિતી આપવાની કોશિશ કરાઈ હતી, પરંતુ તેમનો ફોન બંધ હતો.

શનિવારે બપોરે માહિતી મળ્યા બાદ મનકૌરા કાશીરામનો વતની સંજય શુક્લા લાશને લઈ ગયો હતો. સંજય ખુદને પ્રેમનાથનો ભત્રીજો ગણાવી રહ્યો હતો. એલ-ટૂના નોડલ અધિકારી ડૉ. એ. પી. મિશ્રા પ્રમાણે, સંજયે બૌદ્ધ પરિપથ ખાતે રાપ્તી નદી ઘાટ સુધી લાશને લઈ જવા માટે એમ્બ્યુલન્સ માંગી હતી. કેટલાક લોકો સ્કોર્પિયો કારમાં બેસીને લાશ લેવા આવ્યા હતા. એમ્બ્યુલન્સચાલકને લાશ રાપ્તી નદી સુધી પહોંચાડવાની મંજૂરી અપાઈ હતી.

આ મામલાનો વીડિયો વાઈરલ થયા બાદ આરોપીઓ સામે મહામારી અધિનિયમ અને આફત પ્રબંધન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલાની તપાસ શરૂ કરી દેવાઈ છે. 

Comments

Popular posts from this blog

ઈન્ડિયન કોસ્ટ ગાર્ડનું દિલધડક ઓપરેશન, કેરળના 3 માછીમારોને બચાવ્યા

76 વર્ષીય ‘ફિટનેસ ગુરુ’નો વીડિયો વાઈરલ, “વાપસી હંમેશા હોય છે મોટી”

ઈરાની નૌસેનાનું જંગી જહાજ ઓમાનની ખાડીમાં ડૂબ્યું, દુર્ઘટના કે ષડયંત્ર?