ખતરો!: વિયતનામમાં મળ્યો હવામાં ઝડપથી ફેલાતો કોરોના વાઈરસનો નવો સૌથી વધુ ઘાતક વેરિયન્ટ
માનવામાં આવે છે કે આ
વેરિયન્ટ બ્રિટન અને ભારતમાં મળેલા સ્ટ્રેનનની સરખામણીમાં વધુ ઝડપથી ફેલાય તેવી
શક્યતા છે. લોંગ પ્રમાણે, વિયતનામમાં મળેલો સ્ટ્રેન ભારતમાં મળેલા સ્ટ્રેનનું
સંસ્કરણ છે કે જે બ્રિટનમાં મળેલા સ્ટ્રેન જેવું છે. તેમણે કહ્યુ છે કે આરોગ્ય
મંત્રાલય વૈશ્વિક જીનોમના નક્શા પર કોરોના વાઈરસના નવા સંસ્કરણની ઘોષણા કરશે.
દેશમાં કોરોના વાઈરસના નવા કેસોના વધવાની પાછળ નવો સ્ટ્રેન કારણભૂત છે.
વિયતનામના આરોગ્ય મંત્રી
વિએન ટાન લોંગે કહ્યુ છે કે આ વેરિયન્ટ ઘણો ઝડપથી હવામાં ફેલાય છે અને તે પહેલાની
સરખામણીએ વધુ ઘાતક છે. તેની સાથે જ ઘણી ઝડપથી વાતાવરણમાં પણ પ્રસરે છે.
મહત્વપૂર્ણ છે કે વિયતનામ
હાલ કોરોના વાઈરસની નવી લહેરનો સામનો કરી રહ્યું છે અને તેના અડધોઅડધ પ્રાંતોમાં કોરોનાના
ચેપ ફેલાયો છે. એપ્રિલ બાદ પહેલીવાર શનિવારે વિયતનામમાં એક દિવસમાં 6800થી વધુ નવા
કેસો સામે આવ્યા અને 47ના મૃત્યુ થયા હતા.

Comments
Post a Comment