કોરોનાગ્રસ્ત પર અંધાપાનું જોખમ, 10 રાજ્યોમાં જીવલેણ મ્યૂકોરમાઈકોસિસનો ભરડો

 



શું છે બ્લેક ફંગસ/મ્યુકરમાઈકોસિસ?

કોરોના મહામારીમાં વધુ એક જોખમ

બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઈકોસિસનો ખતરો વધ્યો



કોરોનામાંથી રિકવર થઈ રહેલા દર્દીઓ માટે લાલબત્તી

સ્ટિરોઈડ, એન્ટિબાયોટિક દવાઓએ વધાર્યુ જોખમ

આઈસીયૂ, હાઈ ડિપેન્ડન્સી યૂનિટમાં વધુ રહેવાથી દર્દીઓની આંખો પર બ્લેક ફંગસના હુમલા વધ્યા

કોરોનામાંથી રિકવર થનારા દર્દીઓમાં વધી બ્લેક ફંગસની સમસ્યા

બ્લેક ફંગસના એટેકને કારણે આંખોના આકારમાં થાય છે વધારો

બ્લેક ફંગસને કારણે આંખોની હલન-ચલન થાય છે અસરગ્રસ્ત

મ્યુકરમાઈકોસિસ પોસ્ટ કોવિડ દુષ્પ્રભાવ પેદા કરે છે

પ્રારંભમાં દર્દીના નાકમાં કાળા નિશાન બનવા લાગે છે

તાળવાની અંદર કાળા ધબ્બા પડે છે

નાક, ગળા, ફેંફસા, હ્રદયમાં પણ ઉભી થાય છે અસર

આંખ અને મગજ પણ થાય છે અસરગ્રસ્ત

કોરોનાના દર્દીઓ માટે દેશના 10 રાજ્યોમાં બ્લેક ફંગસ એટલે કે મ્યૂકોરમાઈકોસિસ નામની જીવલેણ બીમારીનું સંકટવધ્યું છે. સ્વસ્થ થઈ ચુકેલા કોરોનાના દર્દીઓને બ્લેક ફંગસના ચેપથી અંધાપો પણ આવે છે. આ ગંભીર બીમારીમાં દર્દીને સીધો આઈસીયૂમાં જ ભરતી કરવો પડે છે. મ્યૂકોરમાઈકોસિસના સૌથી વધુ કેસ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા, યુપી, બિહાર અને હરિયાણામાં સામે આવ્યા છે.   

શું છે મ્યુકોરમાઈકોસિસ?

મ્યૂકોરમાઈકોસિસ ઈન્ફેક્શન શરીરમાં ખૂબ ઝડપથી ફેલાય છે. આ ઈન્ફેક્શન નાક, આંખ, મગજ, ફેંફસા અથવા ચામડી પર પણ થઈ શકે છે. મ્યૂકોરમાઈકોસિસથી ઘણીવાર આંખોની દ્રષ્ટિ ચાલી જાય છે. તો કેટલાક કેસોમાં જડબાં અને નાકના હાડકાં પણ ગળી જાય છે.

મ્યૂકરમાઈકોસિસનો વધુ ખતરો કોને?

વધુ સુગર લેવલ ધરાવનારા ડાયાબિટિક પેશન્ટ

કોવિડની સારવારમાં વધુ સ્ટિરોઈડ લેનારા

ઓછી ઈમ્યુનિટી ધરાવનારા દર્દીઓ

લાંબો સમય સુધી આઈસીયૂમાં રહેતા દર્દી

ટ્રાન્સપ્લાન્ટ કે કેન્સરના રોગીઓ

સંતુલિત ભોજન અને પુરતી ઉંઘ નહીં લેનારને બ્લેક ફંગસનો ખતરો

રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોય તેવા દર્દીઓને વધુ ખતરો છે. કોરોના દરમિયાન અથવા ઠીક થઈ ચુક્યા બાદ દર્દીની ઈમ્યુન સિસ્ટમ ઘણી નબળી હોય છે. જેના કારણે તે આસાનીથી આની ઝપટમાં આવી જાય છે. ડાયાબિટિસ હોય તેવા કોરોનાના દર્દીઓને મ્યૂકરમાઈકોસિસ થવાની શક્યતા વધારે છે. સુગર લેવલ વધવાને કારણે બ્લેક ફંગસનું જોખમ પણ વધે છે. આ ઈન્ફેક્શન શ્વાસ દ્વારા નાકના માધ્યમથી દર્દીની અંદર જતું રહે છે. જે લોકોમાં ઈમ્યુનિટી ઓછી હોય છે, તેને મ્યૂકરમાઈકોસિસનું ઈન્ફેક્શન ભરડો લે છે. દર્દીના સાઈનસ, આંખ, મગજ, ફેંફસા અને ત્વચાને મ્યૂકરમાઈકોસિસનું ઈન્ફેક્શન લાગે છે અને તેને સમયસર નિયંત્રિત કરવામાં આવે નહીં તો તેવી સ્થિતિમાં તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

મ્યૂકરમાઈકોસિસના લક્ષણ

નાકમાં દુખાવો

નાકમાંથી લોહી આવવું

નાક બંધ થઈ જવું

નાકમાં સોજો આવવો

દાંત કે જડબામાં દુખાવો

દાંત પડવા લાગે

આંખોની સામે ધુંધળાપણું

આંખમાં દુખાવો

તાવ હોવો

છાતીમાં દુખાવો

માથું દુખવું

ઉધરસ

શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી

લોહીની ઉલ્ટીઓ થવી

ક્યારેક મગજ પર પણ કરે છે અસર

પ્રારંભિક તબક્કો:

આંખો લાલ થવી

પાંપણો પર સોજો

આંખમાં બળતરા, દર્દ થવું

આંખોમાં પાણી આવવું

દ્વિતિય તબક્કો:

બીમારી વધતા આંખોની મૂવમેન્ટમાં ઘટાડો થવો

ધુંધળું દેખાવું

બે-બે વસ્તુઓ દેખાવી

આંખોનું બહાર નીકળવું

તૃતિય તબક્કો:

સતત સમસ્યા અવગણવી બનશે ખતરનાક

આંખની જોવાની શક્તિ જતી રહેવી

સારવારની જટિલતા:

બ્લેક ફંગસના એટેક બાદ આફ્થલ્મોપ્લેજિયાની સમસ્યા આવી રહી છે. આંખોની નસો નબળી પજવાને કારણે આંખો ડાબે-જમણે મૂવમેન્ટ કરી શકતી નથી

ખાસ એન્ટીફંગલ દવાઓથી ડોક્ટરો મ્યુકરમાઈકોસિસની કરે છે સારવાર

ગંભીર સ્થિતિમાં સર્જરી પણ કરવી પડે છે

માટે બ્લેક ફંગસ કે મ્યુકરમાઈકોસિસથી બચવા પોસ્ટ કોવિડ પીરિયડમાં રિકવર દર્દીએ ખાસ કાળજી લેવી બને છે જરૂરી.

સમસ્યાને નજરઅંદાજ કરવી લાવી શકે છે અંધાપો

મ્યૂકરમાઈકોસિસની સારવાર છે મોંઘી

તેનું એક ઈન્જક્શન 5 હજાર રૂપિયાનું આવતું હોય છે.

તેના ઈલાજ પાછળ એક દિવસનો ખર્ચ ઘણો મોટો હોય છે.

મ્યૂકરમાઈકોસિસથી કેવી રીતે બચવું?

કોવિડ-19ને લગતી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું

નિર્માણાધિન ઈમારત ધરાવતા વિસ્તારમાં માસ્ક પહેરવું

બાગ-બગીચામાં આખી બાયનું શર્ટ, પેન્ટ અને ગ્લવ્સ પહેરવા

બ્લડ ગ્લૂકોઝનું સ્તર નિયંત્રિત રાખવું

સાવચેતી જ છે ઉપાય, પ્રારંભિક લક્ષણોને અવગણવાના સ્થાને તબીબી સલાહ અને સારવાર લેવી જરૂરી

પોસ્ટ કોવિડ પીરિયડમાં દર્દીની તકેદારી તેને બચાવશે બ્લેક ફંગસ કે મ્યુકરમાઈકોસિસથી...

Comments