Posts

Showing posts from May, 2021

‘શાકાહારી દૂધ’ની અમૂલને સલાહ આપનાર PETAના “પશુપ્રેમ”ની પોલખોલ

Image
  -                       આનંદ શુક્લ પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ એટલે કે પેટા ભારતમાં વિવાદોનો પર્યાય બની ગઈ છે. PETA ના પશુ-પક્ષી પ્રેમના દંભની પરાકાષ્ઠાને ઉજાગર કરતી એક ઘટના સામે આવી છે. તાજેતરમાં લક્ષદ્વીપમાં બીફ(ગૌમાંસ)ને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. તેના પહેલા ગુજરાત સહીતના ઘણાં રાજ્યોની સરકારોએ ગાય અને ગૌવંશની હત્યાની સામે કાયદાઓ અમલી બનાવ્યા છે. પરંતુ પશુપ્રેમી હોવાનો દમ ભરનારી પેટાએ હાલમાં લક્ષદ્વીપમાં બીફ પર રોક બદલ કેન્દ્ર સરકારને કે ભૂતકાળમાં ગૌવંશની સુરક્ષા માટે બનાવવામાં આવેલા કાયદાઓ બદલ કોઈપણ રાજ્યની સરકારોને અભિનંદન આપતા પત્ર લખ્યા નથી ? એક વિશેષ તહેવારના દિવસે સમુદાય વિશેષ દ્વારા હજારો ઘેટાં-બકરાં અને અન્ય પશુઓની કતલ કરવામાં આવે છે. પરંતુ ઈકો-ફ્રેન્ડલી હોળી અને ઉત્તરાયણની વાત કરનારી ટોળકીમાં સામેલ પેટા આવા મુંગા પ્રાણીઓની કત્લેઆમને રોકવા માટે ભારતની સરકાર અથવા તો સમુદાય વિશેષની સંસ્થાઓને ઈકો-ફ્રેન્ડલી તહેવારની ઉજવણીનો પત્ર લખવાની હિંમત કરી શકી નથી. ભૂતકાળમાં એકાદ-બે અપવાદરૂપ ઘટનામાં સમુદાય વિશેષના...

ખતરો!: વિયતનામમાં મળ્યો હવામાં ઝડપથી ફેલાતો કોરોના વાઈરસનો નવો સૌથી વધુ ઘાતક વેરિયન્ટ

Image
કોરોના વાઈરસથી રાહત મળવાની શરૂ થઈ હતી કે વધુ એક આફતે દસ્તક દીધી છે. વિયતનામમાં કોરોના વાઈરસની મહામારીનો વધુ એક ખતરનાક વેરિયેન્ટ મળ્યો છે. વિયતનામમાં કોરોનાના ભારત અને બ્રિટનમાં જોવા મળેલા સ્ટ્રેનના સંયુક્ત સ્વરૂપની જાણકારી મળી છે. ચિંતાની વાત એ છે કે આ સ્ટ્રેન અન્ય વેરિયન્ટ કરતા વધુ ચેપી અને ઘાતક છે. વિયતનામના આરોગ્ય મંત્રી ગુયેન થાન લોંગે આની જાણકારી આપી છે. માનવામાં આવે છે કે આ વેરિયન્ટ બ્રિટન અને ભારતમાં મળેલા સ્ટ્રેનનની સરખામણીમાં વધુ ઝડપથી ફેલાય તેવી શક્યતા છે. લોંગ પ્રમાણે, વિયતનામમાં મળેલો સ્ટ્રેન ભારતમાં મળેલા સ્ટ્રેનનું સંસ્કરણ છે કે જે બ્રિટનમાં મળેલા સ્ટ્રેન જેવું છે. તેમણે કહ્યુ છે કે આરોગ્ય મંત્રાલય વૈશ્વિક જીનોમના નક્શા પર કોરોના વાઈરસના નવા સંસ્કરણની ઘોષણા કરશે. દેશમાં કોરોના વાઈરસના નવા કેસોના વધવાની પાછળ નવો સ્ટ્રેન કારણભૂત છે. વિયતનામના આરોગ્ય મંત્રી વિએન ટાન લોંગે કહ્યુ છે કે આ વેરિયન્ટ ઘણો ઝડપથી હવામાં ફેલાય છે અને તે પહેલાની સરખામણીએ વધુ ઘાતક છે. તેની સાથે જ ઘણી ઝડપથી વાતાવરણમાં પણ પ્રસરે છે. મહત્વપૂર્ણ છે કે વિયતનામ હાલ કોરોના વાઈરસની નવી લહેરનો સામનો કરી રહ...

કોરોનાકાળમાં મોંઘવારીની “પિચ” પર આમ આદમી “ક્લિન બોલ્ડ”, ખાદ્યતેલોની કિંમતો 1 વર્ષમાં દોઢ ગણાં સુધી વધી

Image
કોરોનાના કપરાકાળમાં સામાન્ય વ્યક્તિની અગ્નિપરીક્ષા થઈ રહી છે. કોરોનાના સમયગાળામાં મંદ આર્થિક ગતિવિધિઓ વચ્ચે મોંઘવારીની પીચ પર ખાદ્ય તેલોના વધતા ભાવને કારણે આમ આદમી ક્લિન બોલ્ડ થઈ રહ્યો છે. ખાદ્ય તેલોમાં સૂરજમુખી, સોયા, પામ ઓઈલ, વનસ્પતિ, મગફળીના તેલોના ભાવમાં ભડકો છે. તો અનાજ-દાળના ભાવ પણ વધ્યા છે. ગત 1 વર્ષમાં ઘઉં, લોટ અને મગની દાળને બાદ કરતા તમામ ખાદ્ય ચીજવસ્તુના ભાવમાં વધારો થયો છે. ચોખા 4.40 ટકા, ચણાની દાળ 14.28 ટકા મોંઘી થઈ છે. આ ગ્રાહક ઉપભોક્તા મંત્રાલયના આંકડા કહે છે. 28 મે, 2020ની સરખામણીએ 28 મે, 2021ના રોજ જીવનજરૂરિયાતની વસ્તુઓની કિંમતો આકાશને આંબી રહી છે. હદ તો ત્યારે થઈ છે કે જ્યારે મીઠાંની કિંમતોમાં પણ વધારો થયો છે. મગફળીનું તેલ (પેક) 20.10 ટકાના વધારા સાથે એક કિલોગ્રામના 177.59 રૂપિયા થયા છે. એક વર્ષ પહેલા તે 147.87 રૂપિયાનું કિલોગ્રામ હતું. સરસવના તેલના ભાવમાં પમ ભડકો છે. સરસવના તેલની કિંમતમાં 44.33 ટકાનો ઉછાળો આયો છે. 28 મેએ દેશના અલગ-અળગ શહેરોમાં તે 171.45 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચ્યું છે. એક વર્ષ પહેલા તેની કિંમત માત્ર 118.79 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. ત...