હિંદુઓ જાગી જાવ, વિશ્વના તમામ ધર્મો સરખા કે સમાન નથી?
ભારતની નીતિ-રીતિને બદલીને રાજનીતિને વિકૃત કરવામાં આવી છે. સહઅસ્તિત્વ માટે જરૂરી ભારતીયતાના અસ્તિત્વના ભોગે ભારતમાં કથિત ધાર્મિક એકતા માટે કથિત પોલિટિકલ કરેક્ટ બનવા માટે દેશની કથિત મુખ્યપ્રવાહની રાજનીતિએ છેલ્લી દોઢ સદીથી ભારે ઉમ્બાડિયા કર્યા છે. આવા દેશને પોલિટિકલી કરેક્ટ બનાવવાના ઉમ્બાડિયા કોઈ એક નેતાને નામે લખવા કે તેને જવાબદાર ઠેરવવા સર્વથા અયોગ્ય છે. પરંતુ કોઈ એક સર્વસ્વીકૃત નેતા આના માટે મુખ્ય ભૂમિકામાં હોઈ શકે તેવું માનવા માટે દેશને થયેલા વિભાજનના કારમા પ્રહારને લઈને વિચારી શકે છે. આવા વિચાર દ્વેષપ્રેરીત નહીં, પરંતુ વસ્તુનિષ્ઠતા સાથેના હોય તો તેમ કરવા માટે દરેક ભારતીયને અધિકાર છે. ભારતની સ્વતંત્રતાના 7 દાયકાથી વધુ સમયની અંદર ભારતના આત્મતત્વ- હિંદુત્વને હાનિ પહોંચાડવાની કોશિશોના પ્રત્યક્ષ અને પરોક્ષપણે આપણે તમામ ભારતીયો સાક્ષી છીએ. પ્રશ્ન એ છે કે ભારતના આત્મતત્વને અવગણીને સ્વતંત્રતા, સ્વશાસન અને પરમ વૈભવની અનુભૂતિ કેવી રીતે થઈ શકે?
ભારતમાં પશ્ચિમી જગતના સગવડિયા સમાજવાદ, માર્ક્સવાદ-સામ્યવાદ-કમ્યુનિઝમને ભારતીયો વચ્ચે વિકૃત કરીને ફેલાવવામાં આવ્યા છે. આ તમામ બાબતો ભારતની અખંડિતતાને નડી છે. ભારતીયોને ભારતીયતા પ્રત્યે સુગ પેદા કરવા માટે દરેક તર્કને તોડીને પરંપરાગત વિકૃતિને આગળ કરવાની કોશિશો થઈ છે. આવી કોશિશો મેક્સમુલર અને મેકોલેથી શરૂ થઈ અને અત્યારે તેના ભારત ખાતેના ચાર પૈસાના વારસદારો આગળ વધારી રહ્યા છે. કોઈપણ દેશનું સ્વાભિમાન તેને ટોચ પર લઈ જાય છે. પરંતુ અહીં તો ભારતના સ્વાભિમાનને અલગ-અલગ પ્રકારે તોડવાની કોશિશો થઈ રહી છે. આ બધું જ ભારતમાં મુખ્યપ્રવાહની રાજનીતિના કથિતપણે પોલિટિકલી કરેક્ટ થવાના અવ્યવહારુ પ્રયત્નોને કારણે બન્યું છે. વાસ્તવમાં કરેક્ટ રહેવાની કોશિશ કરવાની હતી, પોલિટિકલી કરેક્ટ રહેવાની નહીં. પોલિટિકલી કરેક્ટ રહેવાની કોશિશોએ ભારતના લોકોમાં ભારતીયતાના આત્મતત્વ – હિંદુત્વ પ્રત્યે એક ગ્લાનિ અને કેટલીક હદે યોગ્ય જાણકારીના અભાવે તિરસ્કાર પેદા કરવાનું કામ કર્યું છે. તેની સાથે ભારતીય સમાજના ઘણાં પરિમાણોને ભારતની દોઢ સદીથી ચાલતી મુખ્યપ્રવાહની રાજનીતિએ પોલિટિકલી કરેક્ટ રહેવા માટે વિકૃત પણ કર્યા છે. આ વિકૃતિકરણનો પ્રવાસ ભારતની સ્વતંત્રતા સાથે બંધ થવો જોઈતો હતો. પરંતુ આમ થયું નથી. આવા વિકૃતિકરણનું જ પરિણામ હતું કે ભારત 1947માં મજહબી આધારે વિભાજીત થયું અને વિભાજીત-સ્વતંત્ર ભારતમાં તુષ્ટિકરણની રાજનીતિએ દ્વેષ યથાવત રાખ્યો છે. ભારત જ દુનિયાનો એકમાત્ર એવો દેશ હશે કે જ્યાંની બહુમતીને જાતિવાદના ઝેર પાઈને ક્યારેય એક થવા દીધી નથી અને તેનું પરિણામ છે કે બહુમતી રાજકીય દ્રષ્ટિએ જીતવા છતાં પણ પોતાની ભાવનાઓનું વ્યવસ્થાઓમાં પૂર્ણરૂપથી સ્થાપન કરી શકી નથી. પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીના પરિણામ તુષ્ટિકરણની રાજનીતિના ઝેરથી ઉભી થયેલી વિકૃતિની પરાકાષ્ઠાને પ્રદર્શિત કરી રહ્યા છે. પરિણામો બાદ સત્તાપક્ષના ટેકેદારો દ્વારા મુખ્ય વિપક્ષીદળના સમર્થકોને નિશાન બનાવવાની ઘટનાઓની ચર્ચાઓ થતી રહી છે. પણ લઘુમતી સમુદાય દ્વારા તેમની બહુમતીવાળા વિસ્તારોમાં બહુમતી સમુદાયના લોકોને રાજકીય-ધાર્મિક દ્વેષથી નિશાન બનાવવાની વિકૃત્તિ ભારતપ્રેમીઓને આત્મમંથન કરવા માટે પ્રેરતી નથી?
ભારતીય સમુદાયના પોલિટિકલી કરેક્ટ બનવાના ઉધામા કરતા રાજનેતાઓની એક આખી પરંપરાએ આ દેશની બહુમતી એટલે કે હિંદુઓના રાષ્ટ્રીય હિતોને સૌથી મોટું નુકસાન પહોંચાડયું છે અને હજીપણ આવા પ્રયત્નો પુરજોરમાં થઈ રહ્યા છે? આવા પ્રયત્નો સામે ભારતના રાષ્ટ્રીય હિતોનું સંરક્ષણ કરવાની જવાબદારી સરકારી તંત્રની છે, પરંતુ જમણેરી ઝોક ધરાવતી સરકારના સાત વર્ષથી વધુ સમયગાળાના શાસનમાં હજી આમ થઈ શક્યું નથી. જેને કારણે પશ્ચિમ બંગાળમાં બહુમતી સમુદાયને રાજકીય-ધાર્મિક દ્વેષથી નિશાન બનાવવાની કોશિશો થઈ રહી છે.
ભારતના પોલિટિકલી કરેક્ટ દેખાવવાની પરંપરામાંથી આવેલા રાજનેતાઓએ ભારતના બહુમતી સમુદાય એટલે કે હિંદુઓનું ઘણું મોટું નુકસાન કર્યું છે. ભારતમાં હિંદુઓ મોટાભાગે કહે છે કે તમામ ધર્મો સમાન છે. હિંદુઓ આવું માની પણ રહ્યા છે. પરંતુ આવું માનવું હિંદુઓની અજ્ઞાનતા નથી? કારણ કે હિંદુઓને ખબર જ નથી કે મુસ્લિમ અને ખ્રિસ્તી આવું માનતા નથી. માત્ર ભારતમાં જ નહીં, પણ આખી દુનિયામાં મુસ્લિમ અને ખ્રિસ્તીની ધાર્મિક માન્યતાઓ વિશ્વના તમામ ધર્મોને સમાન ગણતી નથી. વિશ્વમાં માત્ર હિંદુ જ તમામ ધર્મો સમાન હોવાનું બોલે પણ છે અને માને પણ છે. આવી માન્યતાનું પરિણામ છે કે બ્રિટિશરોની ખ્રિસ્તી ધર્મીય સત્તાએ પોતાના હિત સાધવા માટે તુર્કીમાંથી ખિલાફત હટાવી અને તેના બદલામાં ઈસ્લામિક જગતમાં ઉભા થયેલા વમળોને દિશા આપવા માટે ભારતના મજહબના આધારે બે ટુકડા કરી નાખ્યા હતા. હિંદુઓએ તમામ ધર્મોને સમાન માનવાની ભાવનાની આટલી મોટી કિંમત તેમને તેમના પોલિટિકલી કરેક્ટ થવા મથતા નેતાઓ દ્વારા અંધારામાં રાખવાના કારણે ચુકવવી પડી છે. મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં તેમનો મજહબ જ સત્ય છે અને તેમના આરાધ્ય જ અસલી હોવાને લઈને કોઈ ગુંચવાડો કે અસમંજસતા નથી. મુસ્લિમ અને ખ્રિસ્તી બંને ધર્મના લોકો માને છે કે હિંદુઓના ઉદ્ધાર માટે તેમના અસલી આરાધ્યની નજીક લાવવા જરૂરી છે. ખ્રિસ્તી અને મુસ્લિમ બંને સેમેટિક રિલિજિયન હોવા છતાં એકબીજાને સમાન માનતા નથી ત્યારે હિંદુઓને આ બંને મજહબોની ધાર્મિક માન્યતાઓમાં સમાન દરજ્જો મળવો એક મૃગતૃષ્ણાથી વધારે કઈ નથી. માટે સ્વતંત્ર ભારતમાં આવી અનુભૂતિ કરનારા તમામે કહેવું જોઈએ કે તમામ મજહબો સરખા નથી. તમામ મજહબને સમાદર પણ અશક્ય છે. હા, જ્યાં સુધી સહઅસ્તિત્વની વાત છે, તો પરસ્પર આદર આપવામાં આવે, ત્યાં સુધી જ દ્વિમાર્ગીય સમ્માન શક્ય છે. આવી અનુભૂતિ કરનારા હિંદુઓએ તેમના વર્તુળોમાં આની ખુલ્લા મન-હ્રદયથી ચર્ચા કરવી જરૂરી છે. જેથી 1947ની જેમ દેશનો હિંદુ અંધારામાં રહે નહીં અને લાગણીવશ દેશના કોઈપણ પ્રકારના તસુભાર નુકશાનને મુંગા મોંઢે સ્વીકારી લે નહીં. ભારતના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે સરહદ પર મજબૂતાઈની સાથે આંતરીક સ્તરે પણ શક્તિનો સંચાર થવો જરૂરી છે અને આવો શક્તિનો સંચાર અંધકારના દૂર થવાથી જ થઈ શકે છે.
સામાન્ય હિંદુ માતાપિતાના માઈન્ડસેટ પણ કમ્યુનિસ્ટ-સોશયલિસ્ટ ઢબે જાણે-અજાણે ઘડાયેલા છે. આવા ઘણાં હિંદુઓ કહે છે કે અમે તમામ ધર્મોનું સમ્માન કરીએ છીએ. તેઓ પોતાના બાળકોને પણ આવું શીખવાડી રહ્યા છે. ખ્રિસ્તી અને મુસ્લિમ ધાર્મિક માન્યતાઓની હકારાત્મકતાને લઈને નરેટિવ અભ્યાસથી માંડીને છેક મનોરંજન સુધી ઉપલબ્ધ છે. પરંતુ હિંદુ ધાર્મિક માન્યતાઓ પ્રત્યે ભારોભાર તિરસ્કારના નરેટિવ અભ્યાસથી લઈને મનોરંજન સુધી પાળવા-પોષવામાં આવ્યા છે. જેને કારણે હિંદુ બાળકોના માઈન્ડસેટ પણ આવા નરેટિવને લઈને વિકસિત થતા હોય છે. આવા સંજોગોમાં હિંદુ માતાપિતાનું રાષ્ટ્રીય કર્તવ્ય છે કે તેઓ પોતાના બાળકોને હિંદુ ધર્મની ભાવના અને તેના થઈ રહેલા તિરસ્કાર પ્રત્યે સજાગ કરે અને કાઉન્ટર નરેટિવ, વાસ્તવિકતા તથા તર્કથી હિંદુ ધર્મની સચ્ચાઈ-અચ્છાઈને લઈને માહિતગાર કરે. હિંદુ માન્યતાઓ, રીતિ-રિવાજ, તહેવાર, સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા, ઈતિહાસને તર્ક અને તથ્યોથી બાળકોને જણાવવવા જરૂરી છે. મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મસ્થાનો તથા મેળાવડામાં હિંદુ ધર્મમાં માનનારા ધર્માંતરણ નહીં કરે તો તેઓ નર્કમાં જશે તેવી વાતો ખુલ્લેઆમ બોલવામાં આવે છે. કટોકટી વખતે લોકશાહીને મરણાસન્ન કરીને દેશને કથિતપણે સેક્યુલર ઘોષિત કરવામાં આવ્યો, પરંતુ આવા ભાષણો સહઅસ્તિત્વની મૂળભાવનાની સાથે બિલકુલ બંધબેસતા નથી. આને લઈને વ્યવસ્થા મૂકદર્શક કેમ બની રહે છે? મુસ્લિમો માટે અલ્લાહ અને ખ્રિસ્તીઓ માટે જીસસ ક્રાઈસ્ટ મહાન છે. પરંતુ અન્ય ધર્મના લોકોને નર્કની આગમાં સળગાવા સુધીની કટ્ટર ધાર્મિક માન્યતાઓ તેમનામાં કટ્ટરપંથીઓ દ્વારા પાળવા-પોષવામાં આવે છે. આવી સ્થિતિમાં હિંદુઓએ આને લઈને અજ્ઞાનતાના અંધકારમાંથી બહાર આવીને તમામ ધર્મો સમાન અને તમામ મજહબોના સમાદરની કાલ્પનિક-અવાસ્તવિક-અવ્યવહારુ બાબતોમાંથી બહાર આવવું જરૂરી છે. આમ કરવાથી ભારતમાં સાચા અર્થમાં સહ-અસ્તિત્વનો આદર કરતી વ્યવસ્થા પેદા થશે.
હિંદુ ધર્મ માનવતા, શાંતિ અને કલ્યાણની વાત કરે છે. તેથી વિશ્વમાં તમામ મજહબો પણ આવી જ વાત કરે છે- આમ માનવું પણ એક મોટી મૂર્ખામી છે. હિંદુઓ મોટાભાગે પોલિટિકલી કરેક્ટ પોલિટિશ્યનો દ્વારા પેદા કરવામાં આવેલી ભ્રમજાળથી એવું માનતા હોય કે તમામ ધર્મો માનવતાનું શિક્ષણ આપે છે અને માણસને ઈશ્વરની નજીક લઈ જવાનું કામ કરે છે. આમ કહેવા અને કરવાથી પારસ્પરીક ભાઈચારો પેદા થતો હોવાનું ભારતના પોલિટિકલી કરેક્ટ ગણાતા રાજનેતાઓ માનતા રહ્યા છે. પરંતુ તેમ છતાં ઈશ્વર-અલ્લાહ તેરો નામ સબ કો સમ્મતિ દે ભગવાન- ગાવા છતાં ભારતના મજહબના આધારે ભાગલા રોકી શકાયા નહીં. જો કે ખ્રિસ્તી અને મુસ્લિમ સમુદાયમાં પણ ધર્મ માનવતા શીખવતો હોવાનું માનનારા કેટલાક લોકો જરૂરથી મળી જાય છે. પરંતુ આમની સંખ્યા પોતાના ઈશ્વર માટે લડતા કે આવી લડવાની વાત કરનારા મુસ્લિમ અને ખ્રિસ્તી કરતા ઘણી ઓછી છે. મુસ્લિમોનો ઈતિહાસ બિનમુસ્લિમો અને ખ્રિસ્તીઓનો ઈતિહાસ બિનખ્રિસ્તીઓની કત્લેઆમ અને ધર્માંતરણોથી ભરેલો છે. હિંદુઓમાં પણ યુદ્ધોનો ઈતિહાસ છે. પરંતુ આવા યુદ્ધ ઈશ્વર પર વિશ્વાસ કરનારા અને તેના પર વિશ્વાસ નહીં કરનારા વચ્ચે નહીં, પરંતુ સારાસ અને નરસાસના વચ્ચે થયા છે. હિંદુઓના આવા યુદ્ધોના ઈતિહાસમાં ક્યાંય હિંદુ ધર્મને માનવા માટે મજબૂર કરવાની વાત ન હતી. પરંતુ હિંદુઓની આવી મોટી ખૂબીને પણ ભૂંસીને તેમને ભારતમાં જ કોમવાદી ગણાવવાની એક મોટી રાજરમત દાયકાઓથી ચાલી રહી છે. હજાર વર્ષની ગુલામીની માનસિકતાને કારણે આવી રાજરમત આજે પણ ભારતમાં ચાલી રહી છે.
સનાતની પરંપરા અને હિંદુ ધર્મને માનનારાઓએ ખોટાને ખોટું તો કહેવું જ પડશે. ગર્વથી કહો અમે હિંદુ છીએ- એવો સ્વાભિમાન ઘોષ સ્વામી વિવેકાનંદે હિંદુઓને આપ્યો છે. સ્વામી વિવેકાનંદે જ કહ્યુ છેકે ધર્માંતરણ રાષ્ટ્રાંતરણ છે. તેમણે અંગ્રેજોના શાસન સમયે આવી વાત કહી હતી. તે વખતે ખ્રિસ્તી અને મુસ્લિમો ખુદને હિંદુઓથી શ્રેષ્ઠ માનતા હતા. હિંદુઓને મૂર્તિપૂજક કહીને અપમાનિત કરાતા હતા. અંગ્રેજી શિક્ષણ પ્રણાલીએ હિંદુઓમાં દબ્બુપણું વધુ દ્રઢ બનાવ્યું અને ખુદને જાણે-અજાણે ઉતરતા માનવાની લાગણી પણ પેદા કરી છે.
હિંદુઓએ સનાતની પરંપરામાં ક્યારેય કોઈપણ ઠેકાણે એવું કહ્યું નથી કે અમે કહીએ છીએ તે સાચું છે અને અમારો માર્ગ જ ઈશ્વર તરફ જાય છે. અમારો ઈશ્વર જ સાચો છે. હિંદુ હંમેશા કહેતો રહ્યો છે કે સત્ય એક છે અને સત્યને ઘણાં પ્રકારે કહી શકાય છે. સત્ય એક છે અને તેના સુધી પહોંચવાના ઘણાં રસ્તા હોઈ શકે છે. હિંદુ ધર્મમાં ક્યાય પણ વિધર્મીઓ સાથે દુર્વ્યવહારની વાત કહેવામાં આવી નથી. હિંદુ ધર્મમાં શરીર, મન અને આત્માની સચ્ચાઈ જાણવાની વાત કહેવામાં આવી છે. ભારતના ઋષિઓ આભાસી અનેકતામાં એકતાને સહસ્ત્રાબ્દિઓ પહેલા જાણી અને સમજી ચુક્યા હતા. ઈશ્વર એક છે. સૌની અંદર ઈશ્વર છે. દરેક વ્યક્તિ ઈશ્વરની પ્રાપ્તિ કરી શકે છે. સૌ ઈશ્વરની સંતાન છે. આપણે બધાં એક પરિવારના સદસ્ય હોવાની વસુધૈવ કુટુમ્બકમની વાત હિંદુ ચિંતનમાં કહેવામાં આવી છે. વિશ્વમાં માણસ સહીત સૌના કલ્યાણની ભાવનાઓ પણ હિંદુ ચિંતનમાં વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણનો સૌથી તર્કસંગત આધાર પણ આવી ભાવના છે. હિંદુ ધર્મમાં આવી વાત તેના આત્મત્વ-હિંદુત્વનું કેન્દ્રબિંદુ છે. હિંદુ ધર્મ સિવાય દુનિયાનો કોઈ મજહબ આવી વાત કરતો નથી. હવે હિંદુઓએ વિચારવાનું છે કે દુનિયાના તમામ ધર્મો સરખા કેવી રીતે થયા?
हिन्दु जगे तो विश्व जगेगा मानव का विश्वास जगेगा
भेद भावना तमस ह्टेगा समरसता अमर्त बरसेगा

Comments
Post a Comment