મોહમ્મદ પયગંબરનું કાર્ટૂન પ્રકાશિત કરનારા શાર્લી હેબ્દોનો 33 કરોડ દેવી-દેવતાઓ પર કટાક્ષ!

ફ્રાંસના કાર્ટૂન મેગેઝીન શાર્લી હેબ્દોએ ભારતમાં કોરોનાના વધતા કેસો અને મોતના આંકડાને લઈને કટાક્ષ કર્યો છે. શાર્લી હેબ્દોએ કાર્ટૂનમાં ઓક્સિજન સિલિન્ડરો સાથે મોટી સંખ્યામાં લોકોને સુતેલા દર્શાવ્યા છે. શાર્લી હેબ્દો મેગેઝીને કેપ્શનમાં લખ્યું છે કે ભારતમાં 33 મિલિયન દેવી-દેવતા છે, પરંતુ કોઈપણ ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે સક્ષમ નથી. હિંદુ માન્યતામાં 33 કોટિ એટલે કે 33 કરોડ દેવી-દેવતાઓ હોવાનું માનવામાં આવે છે. જો કે 33 કોટિ એટલે 33 પ્રકાર એવો પણ અર્થ કરવામાં આવે છે.

શાર્લી હેબ્દોના કેપ્શનમાં 3.3 કરોડ દેવી-દેવતાની વાત કરીને કરવામાં આવી છે. તેની સાથે ભારતમાં વધતા કોરોનાના ચેપના કેસોને રોકવામાં આરોગ્ય સેવાઓની નિષ્ફળતા પર કટાભ કરવામાં આવ્યો છે. આ ફ્રેન્ચ મેગઝીન દ્વારા આ કાર્ટૂનને પોતાના ફેસબુક એકાઉન્ટ પર પણ શેયર કરવામાં આવ્યું છે.

શાર્લી હેબ્દોના આ વિવાદીત કાર્ટૂનને ઘણાં લોકો શેયર કરી ચુક્યા છે. ભારતીયોએ આ કાર્ટીનની નિંદા કરી છે અને ઘણાં લોકોએ ફ્રેન્ચ મેગેઝીનના આ કાર્ટૂનને ભારતની આરોગ્ય સેવા પર કટાક્ષના બદલે હિંદુઓની ધાર્મિક માન્યતાઓની મજાક ઉડાડનારું વ્યંગચિત્ર ગણાવ્યું છે. કેટલાક લોકોએ આ કાર્ટૂનને કથિત અભિવ્યક્તિની આઝાદી સાથે સાંકળ્યું છે.

ફ્રાંસના મેગેઝીન શાર્લી હેબ્દો દ્વારા ધાર્મિક મામલાઓ પર વ્યંગચિત્રો પ્રકાશિત કરીને કટાક્ષ કરતા હોય છે. આના પહેલા શાર્લી હેબ્દોના કાર્યાલય પર ઈસ્લામના પયગંબર મોહમ્મદ સાહેબનું કાર્ટૂન પ્રકાશિત કરવા મામલે હુમલા થઈ ચુક્યા છે અને તેમા કેટલાક ટોચના કાર્ટૂનિસ્ટો માર્યા ગયા હતા. આ મામલે શાર્લી હેબ્દોએ ત્યારે કહ્યુ હતુ કે આ તેની અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, તેનો તેઓ ઉપયોગ ચાલુ રાખશે. ઘણાં યુઝર્સે શાર્લી હેબ્દોના આ કાર્ટૂનને એક પદાર્થપાઠ તરીકે જોવાની વાત પણ કહી છે.

Comments

Post a Comment