કોરોના જેટલો જ ચેપી રોગ છે કટ્ટરપંથ, “જેહાદી” ઝુંડોને જવાબ આપવા તુષ્ટિકરણને દેશવટો જરૂરી
- આનંદ શુક્લ
ભારત એટલે કે
હિંદુસ્તાન માટે કોરોના વાઈરસના ચેપ જેવા વૈશ્વિક રોગચાળા અને મંદ પડી રહેલી
આર્થિક ગતિવિધિઓ વચ્ચે સૌથી વધુ મોટી સમસ્યા તરફ ઈશારો કરતી કેટલીક ચિંતાજનક ઘટનાઓ
સામે આવી છે. આ ઘટનાઓ કોઈ મધ્યયુગની અથવા ભારતની ખંડિત સ્વતંત્રતાના સમયની નથી,
પરંતુ 2020ના વર્ષ અને 2021ના તાજેતરના મહીનાઓમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ છે.
2021ના વર્ષમાં હિંદુત્વવાદી વિચારધારા રાજકીય દ્રષ્ટિએ સૌથી વધુ પ્રભાવશાળી અને
સત્તાનું નિયમન તથા નિયંત્રણ કરે છે. સૌથી પહેલા આવી ચિંતાજનક ઘટનાઓની વાત કરીએ કે
જેનાથી ભારતનો સ્વભાવ બદલવા માટેની કોશિશો સેક્યુલારિઝ્મની કથિત વિચારધારાથી છાકટા
બનાવવામાં આવેલા કેટલાક કટ્ટરપંથીઓના બદઈરાદાઓ સામે આવી રહ્યા છે.
ઘટના-1: આસામમાં
તિરંગાનું અપમાન
ભારતનો તિરંગો ભારતની આન-બાન-શાન છે. ભારત માટે બલિદાન આપનારા શૌર્યપુંજના પાર્થિવ દેહ તિરંગામાં લપેટાયને તેમના પરિવાર-સ્વજનોને સોંપવામાં આવે છે. આ તિરંગામાં લપેટાયને આવા બલિદાની શૌર્યપુંજો તેમની અંતિમ યાત્રાએ નીકળે છે. પરંતુ આસામના બોંગાઈગાંવ જિલ્લાના તેંગનામારી ગામના ઈદના પ્રસંગે ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાને ટેબલ ક્લોથ તરીકે વાપરીને અપમાન કરવાનો મામલો સામે આવ્યો હતો. તિરંગાનું અપમાન કરવાના મામલામાં તેંગનામારી ગામની રેજિના પરવીન સુલ્તાના અને અન્ય પાંચ લોકોની પોલીસે ધરપકડ કરી હતી.
આસામમાં વિધાનસભાની ચૂંટણી બાદ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તા પર આવી છે. ત્યારે આસામમાં બદલાઈ રહેલા ધાર્મિક વસ્તી સંતુલનને કારણે રાષ્ટ્રીય હિતો સામેના પડકારો કેટલા વિકરાળ છે, તેનો સંકેત દેશના ગૌરવ તિરંગાના અપમાનની ઘટના સોશયલ મીડિયા પરના વાઈરલ વીડિયો પરથી મળે છે. જો કે હેમંત બિસ્વ સર્માના નેતૃત્વવાળી ભાજપની સરકારે તિરંગાના અપમાનની ઘટના પર તાત્કાલિક કાર્યવાહી કરી છે. પરંતુ આસામમાં 33 ટકા જેટલી મુસ્લિમ વસ્તી અને લોઅર આસામના મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં વધી રહેલા કટ્ટરપંથીઓના પ્રભાવને કારણે રાષ્ટ્રીય પ્રતીકોના અપમાન અને ત્યા રહેતા હિંદુઓને દબાવવા માટે આતંકવાદી સંગઠનો સતત સક્રિય છે.
ઘટના-2: કેરળમાં રાષ્ટ્રગાનનું
અપમાન
ઈશાન ભારતમાં આવેલા આસામ જેવી જ અથવા તેનાથી વધારે ખરાબ સ્થિતિ લેફ્ટ મોરચાની પી. વિજયનના નેતૃત્વવાળી સરકાર ધરાવતા કેરળની છે. સોશયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઈદના પ્રસંગે ફરકાવવામાં આવેલો ઝંડો ભારતનો રાષ્ટ્રધ્વજ નથી. પરંતુ મિલાદ-ઉન-નબીનો વાવટો છે. તેને મોટાભાગે ઈદ મિલાદ-ઉન-નબીની ઉજવણી વખતે ફરકાવવામાં આવે છે. આની સામે વાંધો ન હોય શકે. પરંતુ આ પ્રસંગે જે ગીત વાગી રહ્યું છે, તેના સૂર રાષ્ટ્રગાનની તર્જ પર છે. ભારતના કેટલાક મુસ્લિમ પોકેટ્સમાં રાષ્ટ્રીય ગીત વંદેમાતરમ ગાનારા લોકો ખૂબ ઝૂઝ છે. પરંતુ આવા મુસ્લિમ પોકેટ્સમાં વધી રહેલા કટ્ટરપંથના પ્રભાવને કારણે રાષ્ટ્રગાન જન-ગણ-મનથી પણ પરહેજ કરનારા નમૂનાઓ છે. પરંતુ આવી સ્થિતિમાં રાષ્ટ્રગાન જન-ગણ-મનની તર્જ પર ઈસ્લામિક ગીત બનાવવામાં આવ્યું છે અને તેને ઈદની ઉજવણીના પ્રસંગે કેરળમાં ધાર્મિક વાવટાને ફરકાવતી વખતે વગાડવામાં પણ આવ્યું હતું. સામાન્ય રીતે રાષ્ટ્રગાનના સમ્માનને લઈને નિયમો ઘણાં કડક બનાવવામાં આવ્યા છે. અધુરું રાષ્ટ્રગાન ફિલ્માવા પર રોક છે. આવા સંજોગોમાં રાષ્ટ્રગાનની તર્જ પરના ઈસ્લામિક ગીતના મામલે ઈદના પ્રસંગે ઉજવણીનું આયોજન કરનારા આયોજક સામે રાષ્ટ્રગાનના અપમાન બદલ કાર્યવાહી ક્યારે થશે? કેરળને દક્ષિણ ભારતનું કાશ્મીર કહીને ત્યાંની વણસી રહેલી સામાજીક સ્થિતિ પર ઘણીવાર વ્યંગ કરવામાં આવતા હોય છે. કેરળમાં હિંદુઓ 55થી56 ટકાની વચ્ચે છે. જ્યારે કેરળમાં મુસ્લિમો 23 ટકા અને ખ્રિસ્તીઓ 21 ટકા છે. કેરળમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકી પ્રવૃત્તિઓ માટે ફરાર થયેલા ઘણાં યુવકોના મામલા મીડિયામાં આપણે વાંચી ચુક્યા છીએ. કેરળમાં પીએફઆઈ જેવા કટ્ટરવાદી સંગઠનો બેફામપણે પોતાની આતંકી પ્રવૃત્તિના સ્તરની ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે. કેરળમાં આવા કટ્ટરવાદી સંગઠનો હિંદુ-ખ્રિસ્તી યુવતીઓને ફસાવતી લવજેહાદની પ્રવૃત્તિઓ પણ બેફામપણે કરી રહ્યા છે. કેરળમાં લવજેહાદના મામલાઓને લઈને રાજ્ય સરકારના વલણની છેલ્લા ઘણાં સમયથી આકરી રાજકીય ટીકાઓ થઈ રહી છે. હવે રાષ્ટ્રગાનની તર્જ પર ઈસ્લામિક ગીત બનાવીને અહીં હદ કરવામાં આવી છે.
ઘટના-3: પ.બંગાળના
ગામમાં તાલિબાની ફતવો
કેરળ જેવી જ
સ્થિતિ પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જોવા મળી રહી છે.
તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીઓમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસની સરકાર ફરીથી
સત્તામાં આવતાની સાથે સોશયલ મીડિયામાં આવા પોકેટ્સમાં રહેતા હિંદુઓને ત્રાસ આપવાની
ઘણી ઘટનાઓ સોશયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. પણ ઓગસ્ટ-2020નો મુર્શિદાબાદ જિલ્લાના
રઘુનાથગંજ સબડિવિઝનના મુસ્લિમ બહુમતીવાળા અદ્વૈતનગર ગામના અગ્રણીઓનો એક ફતવો ઘણો
ચર્ચામાં છે. આ ફતવા પ્રમાણે કેરમ રમવા પર અને મ્યુઝિક સાંભળવા પર રોક લગાવવામાં
આવી છે. સેલફોન અને કોમ્પ્યુટર વાપરવા, ટીવી જોવું અને લોટરી ખરીદવી પણ પ્રતિબંધિત
કરવામાં આવ્યું છે. દારૂ પર પણ ધાર્મિક કારણોસર રોક લગાવવામાં આવી છે. અંગ્રેજી
અખબારના અહેવાલ મુજબ, અદ્વૈતનગરની સોશયલ રિફોર્મ્સ કમિટી આ ફતવાની પાછળ છે અને આના
માટે બકાયદા સજા અને નાણાંકીય દંડની જોગવાઈઓ કરાઈ છે. પશ્ચિમ બંગાળ અને ઝારખંડના
સીમાવર્તી ક્ષેત્રમાં આવેલા આ ગામની વસ્તી 12 હજારની છે. ગામની સોશયલ રિફોર્મ્સ
કમિટીના સેક્રેટરી અઝહરુલ શેખનું કહેવું છે કે મ્યુઝિક સાંભળવું અને ફિલ્મો-સીરિયલો
જોવી તેમની ધાર્મિક સંસ્કૃતિ સાથે બંધબેસતું નથી. જો કે શમશેરગંજના બ્લોક
ડેવલોપમેન્ટ ઓફિસર જયદીપ ચક્રવર્તી કાયદો હાથમાં લેનારાઓ સામે કાર્યવાહીનું ગાણું
ગાવાનું ચુક્યા નથી. આવી જ વસ્તુ જ્યારે હરિયાણા કે યુપી જેવા રાજ્યની ખાપ પંચાયતો
દ્વારા કરવામાં આવતી હોય છે, ત્યારે પોતાને ભારતના કથિત મેઈન સ્ટ્રીમ ગણાવતા
મીડિયા અને સ્વઘોષિત સેક્યુલર મીડિયા માફિયાઓ ખાપ પંચાયતો સામે તાલિબાની માનસિકતાની
કાગારોળ કરતા જોવા મળે છે. પરંતુ મુસ્લિમ બહુમતીવાળા પશ્ચિમ બંગાળના એક ગામમાં
લોકો પર લગાવવામાં આવેલા પ્રતિબંધો કેટલા કાયદેસરના છે અને આવા તત્વોની તાલિબાની
માનસિકતાને લઈને શા માટે ચર્ચા કરવામાં આવી નથી? મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ
બંગાળની કુલ વસ્તીના 28 ટકા મુસ્લિમ છે. પશ્ચિમ બંગાળની સત્તાધારી ટીએમસીની સૌથી
મોટી વોટબેંક પણ મુસ્લિમ છે અને તેને કારણે કટ્ટરપંથીઓની કરતૂતો સામે આંખ આડા કાન
થઈ રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે.
ઘટના-4: જેહાદી ઝુંડના
નિશાને મઝુઆના મહાદલિત
ઘટના-5: યુપીમાં
પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર
કેટલાક સવાલોના
જવાબ શોધવા જરૂરી:
સવાલ એ છે કે આવી
દેશદ્રોહી ઘટનાઓ ક્યારે બંધ થશે અને આપણી સરકારો ભાગલાવાદી લાગણીઓ ભડકાવનારા
મસ્જિદ-મદરસાના આવા નેટવર્કની સામે ક્યારે અસરકારક પગલા ભરશે? કન્નોજ જિલ્લાની
દેશદ્રોહી ઘટનામાં ભાજપના માઈનોરિટી સેલના સ્થાનિક નેતાની સંડોવણી પણ પાર્ટીમાં
આવા તત્વોને ઘૂસતા રોકવાના મિકેનિઝમને લઈને ગંભીર વિચારધારાત્મક પ્રશ્નો ઉભા કરે
છે. તેની સાથે સવાલ એ પણ છે કે શું રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી રાષ્ટ્રીય
પાર્ટીમાં આવા સેલની કોઈ પ્રાસંગિકતા છે કે આવા સેલ માત્ર ભાગલાવાદી માઈન્ડસેટના
અસ્તિત્વને વિસ્તારવાનું કામ કરે છે? મુખ્ય પ્રવાહના મુસ્લિમ
ધાર્મિક સંગઠનોના બિનઈસ્લામિક વિચારધારાને લઈને વલણો હંમેશા શંકાસ્પદ રહ્યા છે.
આવા સંગઠનો દેશના મુસ્લિમ માનસને નિયંત્રિત કરે છે અને આવું નિયંત્રણ દેશના
મુસ્લિમોની પહેલી અને આખરી વફાદારી તેમના મજહબના લોકો પ્રત્યે જ હોય છે. ઈઝરાયલ-પેલેસ્ટાઈન
ઘર્ષણની ઘટનાઓ વખતે ભારતમાં ઘણાં મુસ્લિમો પેલેસ્ટાઈનના મુસ્લિમોનું સમર્થન કરતા
નજરે પડયા હતા. જો કે તેમણે ક્યારેય કાશ્મીરમાં હિંદુઓના વિસ્થાપનને લઈને કોઈ
દેખાવ કર્યા નથી કે હિંદુ વિસ્થાપિતોને ક્યારેય તેમણે સમર્થન આપ્યું નથી. ભારતના
મોટાભાગના મુસ્લિમોના આવા વલણમાં આશ્ચર્યજનક કંઈ જ નથી, કારણ કે ભારતના
મુખ્યપ્રવાહના ગણાતા મુસ્લિમ સંગઠનો દ્વારા ભારતીય મુસ્લિમોના માનસનું ઘડતર જ આવી
રીતે કરાઈ રહ્યું છે.
તુષ્ટિકરણની
રાજનીતિને દેશવટો આવશ્યક:
ભારતમાં રહેતા
મુસ્લિમોના વલણને સેક્યુલર બનાવવાના સ્થાને તુષ્ટિકરણની રાજનીતિએ એવું વાતાવરણ
પુરું પાડયું છે કે તેઓ વધારે ક્ટ્ટર બનતા ગયા છે. ભારતના પંથનિરપેક્ષ ઢાંચામાં
આનાથી મોટી કોઈ ખામી ઉભી થઈ નથી. ભાજપે સૌનો સાથ-સૌનો વિકાસ-સૌનો વિશ્વાસ- સૂત્ર
હેઠળ મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિને રાજકારણમાંથી બહાર કાઢવાની કોશિશ કરી છે.
પરંતુ હજી જમીની સ્તરના વધારે પ્રયત્નોની આવશ્યકતા છે. ભારત સરકારમાં લઘુમતી
કલ્યાણ મંત્રાલય છે. દરેક પાર્ટીઓમાં માઈનોરિટી સેલ છે. આવી વ્યવસ્થાઓની પાછળ પણ
મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ જ છે. હકીકતમાં દરેક પાર્ટીનો માઈનોરિટી સેલ મુસ્લિમ
સેલ જ છે. કારણ કે આવી પાર્ટીઓ માટે માઈનોરિટી એટલે માત્ર મુસ્લિમ જ છે અને
મુસ્લિમ વોટબેંકને પોતાના તરફ ખેંચવાના હથકંડાઓ વત્તાઓછા પ્રમાણમાં આવા કથિત
માઈનોરિટી સેલ દ્વારા થતા રહે છે. આસામ ભાજપના પ્રદેશ એકમે તાજેતરમાં માઈનોરિટી
સેલને વિખેરી નાખ્યો છે. આસામમાં તમામ ભારતપ્રેમી મુસ્લિમો પાર્ટીમાં જોડાવા અને
તેને ટેકો આપવા માટે અન્ય નાગરીકોની જેમ જ આવકાર્ય છે. રાષ્ટ્રીય સ્તરે પણ
લઘુમતીવાદની રાજનીતિ સમાપ્ત કરવાની જરૂર છે. ભારતની હાલ 140 કરોડની વસ્તી છે. તેમા
18થી 20 કરોડ મુસ્લિમો છે. 2050માં ભારત દુનિયામાં સૌથી વધુ મુસ્લિમ ધરાવતો દેશ
બની જશે. આંતરરાષ્ટ્રીય ફોરમોમાં લઘુમતીઓની વ્યાખ્યામાં ભારતનો મુસ્લિમ સમુદાય આતો
નથી. આવા સંજોગોમાં લઘુમતીના નામે વિશેષ અધિકારો સાથે દેશહિત વિરોધી રાજનીતિ ચાલુ
રાખતી માઈનોરિટી નામની રાજરમતને બંધ કરવાનો હવે સમય આવી ચુક્યો છે.



Comments
Post a Comment