શું ભગવાન પરશુરામે ખરેખર 21 વખત ધરતીને નક્ષત્રિણી કરી હતી?


વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષય તૃતિયા

જેને ગુજરાતમાં બોલચાલની ભાષામાં કહેવાય છે અખાત્રીજ

ભારતીય કાળગણનાના સિદ્ધાંત પ્રમાણે સતયુગની સમાપ્તિ અને ત્રેતાયુગનો થયો હતો પ્રારંભ

અખાત્રીજને ગણવામાં આવે છે સર્વસિદ્ધિ તિથિ એટલે કે વણજોયેલું મુહૂર્ત

ભગવાન નર-નારાયણ અને ભગવાન પરશુરામનો  પ્રાગટ્ય દિન

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અંશાવતાર છે ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ

જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર છે ભગવાન પરશુરામ

ઓજ, તેજ, શૌર્યથી દૈદિપ્યમાન છે ભગવાન પરશુરામ

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર નજીક ભગવાન પરશુરામનો થયો હતો જન્મ

સનાતન હિંદુ ધાર્મિક માન્યતાઓ મુજબ અજર-અમર છે ભગવાન પરશુરામ

સાત ચિરંજીવીઓમાં ભગવાન પરશુરામનો થાય છે સમાવેશ

अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः |

कृपः परशुरामश्च सप्तैते चिरञ्जीविनः ||

ભગવાન પરશુરામને લઈને પ્રચલિત છે કે તેમણે 21 વખત ધરતીને કરી હતી નક્ષત્રીય એટલે કે ક્ષત્રિયવિહીન

પરંતુ પરશુરામના સમયગાળામાં પણ રાજા દથરથ અને રાજા જનક જેવા ક્ષત્રિય રાજાઓ હતા

ભગવાન પરશુરામને કોઈ જાતિ વિશેષની વિરુદ્ધ ગણવા ટૂંકી દ્રષ્ટિ છે

ભગવાન પરશુરામ કોઈ જાતિ નહીં, અત્યાચારના વિરોધી હતા

પરશુરામે ત્રેતાયુગમાં ભગવાન શિવ પાસેથી મેળવેલુ શારંગ ધનુષ ભગવાન રામને આપ્યું હતું 

ભગવાન પરશુરામે દ્વાપરયુગમાં ભગવાન વિષ્ણુ પાસેથી મેળવેલુ વજ્રનાભ સુદર્શન ચક્ર ભગવાન શ્રીકૃષ્ણને આપ્યું હતું

તો આવા ભગવાન પરશુરામને દરેક ક્ષત્રિય વિરુદ્ધ ગણાવવા તેમનું હળહળતું અપમાન છે

ભગવાન પરશુરામે અન્યાયના માર્ગે ચાલનારા શાસકોને પાઠ ભણાવ્યો હતો

ભગવાન પરશુરામના શિષ્યોમાં શ્રીકૃષ્ણના ગુરુ સાંદિપની અને અર્જુનના ગુરુ દ્રોણાચાર્યનો સમાવેશ થાય છે

ભગવાન પરશુરામના શિષ્યોમાં ક્ષત્રિય શિરોમણિ ભીષ્મ પિતામહ અને દાનવીર કર્ણ પણ સામેલ છે

ભગવાન પરશુરામને લઈને ક્ષત્રિય કુળનો 21 વાર સર્વનાશ કરવાની વાત સંપૂર્ણપણે સાચી નથી

ભગવાન પરશુરામે ક્ષત્રિય કુળનો નહીં, પરંતુ હૈહય વંશનો વિનાશ કર્યો હતો

પૌરાણિક કથા પ્રમાણે, હૈહય વંશી રાજા સહસ્ત્રાર્જુન સતત બળ અને ઘમંડમાં રાચતો હતો

સહસ્ત્રાર્જુને ઋષિઓ અને બ્રાહ્મણો પર અત્યાચાર કર્યા હતા

સહસ્ત્રાર્જુન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિના આશ્રમે સેના સાથે પહોંચ્યો હતો

જમદગ્નિએ કામઘેનુના દૂધથી સહસ્ત્રાર્જુન અને તેની સેનાની ભૂખ શાંત કરી હતી

કામઘેનુ ગાયના ચમત્કારથી પ્રભાવિત સહસ્ત્રાર્જુને લાલચમાં આવીને જમદગ્નિ પાસે તેની માગણી કરી

જમદગ્નિએ કામઘેનુ આપવાનો ઈન્કાર કરતા તેને સહસ્ત્રાર્જુને બળપૂર્વક છીનવી લીધી હતી

ભગવાન પરશુરામને સહસ્ત્રાર્જુનના અત્યાચારની જાણ થયા બાદ તેમણે તેનો વધ કર્યો હતો

સહસ્ત્રાર્જુનના પુત્રોએ પિતાના વધનો બદલો લેવા માટે પરશુરામના પિતા જમદગ્નિ ઋષિનો વધ કર્યો હતો

જમદગ્નિ ઋષિના વિયોગમાં તેમના ધર્મપત્ની અને ભગવાન પરશુરામના માતા રેણુકા પણ સતી થયા હતા

જમદગ્નિના શરીર પર 21 ઘા હોવાની એક માન્યતા છે

પિતા જમદગ્નિના શરીર પર 21 ઘા જોયા બાદ પરશુરામે હૈહય વંશના સર્વનાશની પ્રતિજ્ઞા કરી હતી

ભગવાન પરશુરામે હૈહય વંશનો 21 વખત નાશ કર્યો હતો

ભગવાન પરશુરામ બ્રહ્મશ્રેષ્ઠ છે, પરંતુ તેમના નામનો ઉપયોગ હાલના ભારતમાં બ્રાહ્મણ-ક્ષત્રિય વચ્ચે વૈમનસ્ય ઉભું કરવા માટે કરનારા તત્વો પણ છે.. પરંતુ સવાલ એ છે કે ભગવાન પરશુરામ સાથે જોડાયેલી કિવદંતી પૌરાણિક કથા પ્રમાણે આંશિકપણે સત્ય છે અથવા અર્ધસત્ય છે.... તો જાતિવાદી માનસિકતા ધરાવતા તત્વો તેનો દુરપયોગ કરીને સામાજિક વિદ્વેષ શા માટે ફેલાવી રહ્યા છે.




Comments